અમદાવાદ,તા.૩૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. ત્યારે સરકારે શુક્રવારે મોડી રાત્રે ગુજરાત પોલીસમાં બદલીનો ગંજીપો ચીપ્યો હતો. એક સાથે ૬૧ આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી. ચૂંટણીપંચ સરકારને ટકોર કરે તે પહેલાં જ તંત્રએ આળસ ખંખેરીને આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતી કરી દીધી છે.
કેન્દ્રીય ચુંટણી પંચ પ અને ૬ ઓકટોબરે ગુજરાત આવી અને બદલીઓ ખાલી જગ્યા બાબતે ચિંટીયો ભરે તે પહેલા જ મધરાતે ૬૧ જેટલા આઇપીએસ અધિકારીઓની ચુંટણી લક્ષી અને મોટાભાગે સબંધક આઇપીએસની તેની માંગણી અને તેની શકિત જોવા સાથે આઇબીમાંથી ચોક્કસ હકિકતો મેળવી જે બદલીઓ કરી તેમાં મુખ્યમંત્રીની ઇચ્છાને માન આપી રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત માફક તેમના મુખ્ય યોધ્ધાઓ યથાવત રાખવા સાથે ગુજરાતના તમામ પોલીસ કમિશ્નર યથાવત રખાયા છે.
ભાવનગર એસપી દિપાંકર ત્રિવેદી તથા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એસપી અશોકકુમાર યાદવને ડીઆઇજી બનાવવા છે. અશોક કુમાર યાદવની કામગીરીની શકિત, પોલીસ અને પ્રજાને વિશ્વાસમાં લઇ ફરજ બજાવવાના ગુણો ધ્યાને લઇ અમદાવાદ ઝોન-રનો હવાલો સોંપાયો, ડો.કે.એલ.એન.રાવને અમદાવાદ લવાયા છે.
રાહુલ શર્મા કાયમી ડીજી હોવા છતા ઇન્ચાર્જ ડીજીપી રાખવાની વિચિત્ર પ્રથા સામે હાઇકોર્ટમાં ગયા છે. આ સંદર્ભે કેડર પોસ્ટ સિવિલ ડીફેન્સ હોમગાર્ડ વડાના સ્થાને પ્રમોદકુમારને મુકી, ભવિષ્યમાં શિવાનંદ ઝા જેવા કાર્યદક્ષને મુખ્ય ડીજીપી બનાવવાનો રસ્તો મોકળો કર્યો. સુરત રેન્જમાં જેના નામથી બુટલેગરો પોલીસ તંત્રના ચોક્કસ વહીવટદારો ફફડતા તેવા શમશેરસિંઘ એડી ડીજી બની ગયા હોવાથી તેમને બદલી પ્રમાણમાં બીન મહત્વના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં મુકાતા અનેક વિધ ચર્ચા છે. જો કે આ સ્થાને વડોદરા રેન્જના કાર્યદક્ષ જી.એસ. મલ્લીકને મુકી બેલેન્સ કરવા પ્રયાસ છે. સુભાષ ત્રિવેદી જેવા કડક અને કાર્યદક્ષ આઇપીએસને આમ્ડર્સ યુનિટ બરોડામાં મુકી ઘણુ આશ્ચર્ય સર્જયું છે.
વિપુલ વિજોય ભલે ડીજી ન બની શકયા પણ સ્ટેટ ટ્રાફીક જેવું મહત્વનું સ્થાન મેળવી શકયા, સંજય શ્રીવાસ્તવ જેવા કાર્યદક્ષને બદલ્યા પણ તેઓની સેવાઓ તેમની શકિત મુજબ ન લેવાઇ સુરત અને વડોદરા ક્રાઇમ ડીસીપી જગ્યા ખાલી રખાઇ. આ સિવાય ડીજી ઓફીસરમાં અંદરોઅંદર બદલી થઇ તેમાં વિનોદ મલ્લને પોલીસ રીફોર્મમાં વી.એમ.પારગીને એડી. ડી.જી. ઇન્કવાયરીમાં મુકાયા છે.
આ સિવાય અમદાવાદ રેન્જ આઇજી નિરજા ગોટરૂને અમદાવાદ (ટ્રાફીક) સીઆઇડી ક્રાઇમમાં જયારે શશીકાંત ત્રિવેદીને સીઆઇડી ક્રાઇમથી આઇજી કોસ્ટલ સિકયોરીટી અમદાવાદ, નરસિમ્હા કોમારને તેમની સ્વચ્છ છબી ધ્યાને ટેકનીકલ સેલથી રાજય પોલીસ તંત્રના આધુનિકરણ માટેની ખરીદીનો મહત્વનો પોર્ટફોલીયો અપાયો છે. આજ રીતે એ.કે.જાડેજા બોર્ડર રેન્જથી અમદાવાદ રેન્જ, અમદાવાદ જોઇન્ટ સીપી પિયુષ પટેલ બોર્ડર રેન્જમાં, અભયસિંહ ચુડાસમા પંચમહાલથી વડોદરા રેન્જ, બ્રિજેશ ઝા આમ્ડર્સ યુનીટથી પંચમહાલ રેન્જ, આર.જે.સવાણી જોઇન્ટ સીપી અમદાવાદથી આઇબી, આઇબીના હરીકૃષ્ણ પટેલની કાર્યદક્ષતા ધ્યાને લઇ લાંબા સમયે તેઓના સુરત અનુભવોને ધ્યાને લઇ સુરત સેકટર-૧ માં, એસ.એમ.ખત્રીને વડોદરા પોલીસ ટ્રેનીંગથી ગાંધીનગર કોસ્ટલ સિકયુરીટી, કે.જી.ભાટીને વડોદરા જોઇન્ટ સીપીથી વડોદરા જોઇન્ટ સીપી (ક્રાઇમ અને ટ્રાફીક), સિધ્ધરાજસિંહ ભાટીને સુરતમાં જ ક્રાઇમ અને ટ્રાફીકમાં મુકાયા છે. તેઓને નિવૃતી આડે થોડા માસ બાકી છે. આમ છતા બઢતી મળી નથી. અન્ય હુકમોમાં રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ સુભાષ ત્રિવેદીને આમ્ડર્સ યુનીટ વડોદરામાં મુકાતા આશ્ચર્ય થયું છે. અમદાવાદના જેસીપી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અમદાવાદથી સુરત ગુજરાત મેડીકલ સર્વિસના એમડી તરીકે ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ડો. વિપુલ અગ્રવાલને અમદાવાદ જેસીપી હેડ કવાર્ટર, આમ્ડર્સ મયુરસિંહ ચાવડાને ગાંધીનગર રેન્જ, જી.આર.મોથલીયાને રેલ્વે ડીઆઇજીથી જેલ ડીઆઇજી, અર્ચના શિવહરેને ક્રાઇમ રેકોર્ડ બ્યુરોથી વડોદરા પોલીસ તાલીમ શાળા બદલવામાં આવ્યા છે. ભાવનગરના એસપી દિપાંકર ત્રિવેદીને બઢતી આપી સીઆઇડી ક્રાઇમમાં તથા બનાસકાંઠા અને આણંદ વિ. સ્થળે પ્રસંશનીય ફરજ બજાવનાર અશોકકુમાર યાદવને બઢતી આપી અમદાવાદ સેકટર-ર માં મુકાયા છે.આમ રાજયના ૬૧ આઈપીએસની બદલી કરાઈ છે.