અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને લીધે બે દિવસમાં ડૂબી જવાથી કે વીજળી પડવાથી છ જેટલા લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. જેમાં મોરબી પંથકમાં તથા અમદાવાદમાં વીજળી પડતાં ત્રણના મોત નિપજ્યા છે. મોરબીના મીતાણા ગામે વીજળી પડતાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઈજા થઈ હતી જ્યારે અમદાવાદમાં આજે સવારે પડેલા ભારે વરસાદને પગલે વીજળી પડતાં બોપલમાં માતા-પુત્રના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે જ્યારે ગતરોજ સૌરાષ્ટ્રમાં ડૂબી જવાથી બેનાં મોત થયા હતા.