(એજન્સી) નવી દિલ્હી, તા.૪
આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકારના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને મળવા કેન્દ્રીય વિજય ગોયલે તેમના નિવાસે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, ભાજપ દરવાજા તેમના માટે ખૂલ્લા છે. ગોયલનો આ પ્રવાસ ર૦૧૯ની લોકસભા ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અભિયાન સમર્થન માટે સંપર્કનો હિસ્સો હતો. કેન્દ્રીય મંત્રીએ મિશ્રાને મળ્યા બાદ પત્રકારોને કહ્યું કે, જ્યારથી મિશ્રા આપથી અલગ થયા છે. ભાજપના દરવાજા તેમના માટે ખૂલ્લા છે. ગત વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ મિશ્રાએ દિલ્હી સરકારથી બહાર નીકાળી દીધા. બાદમાં મિશ્રાએ કેજરીવાલ અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા. ગોયલે મિશ્રાના સામાજિક કાર્યો અને સકારાત્મક વલણની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમને કપિલ મિશ્રા જેવી દોસ્તીની જરૂરત છે. એ યાદ રહે કે આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રાને ગત દિવસોમાં વિધાનસભામાં અધ્યક્ષની ખુરશીની પાસે જઈ હંગામો કરવાને કારણે ગૃહમાંથી બહાર કાઢી મૂકયા હતા. તે ગૃહમાં રામનવમીના સરઘસના નામ પર સાંપ્રદાયિક અશાંતિ પેદા કરવાના પ્રયાસ પર વિધાનસભામાં યોજાનારી ચર્ચાને કાર્યવાહીની બહાર કરવાની માંગ કરી રહ્યા હતા.