(એજન્સી) તા.૧૦
ભાગેડુ વેપારી વિજય માલ્યા ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા પહોંચ્યા પરંતુ તેમણે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. ત્યાં હાજર લોકોએ વિજય માલ્યા ચોર છેના સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું. ઓવલમાં ક્રિકેટ સ્ટેડિયમમાં વિજય માલ્યાની સાથે તેમની મા પણ હતી, ત્યારે ભીડે તેમને ઘેરી લીધા.
જો કે સુરક્ષા કર્મચારીઓએ તેમને બહાર નિકાળવાનો પ્રયાસ કર્યો. જ્યારે વિજય માલ્યાને ‘ચોર’ વાળા સૂત્ર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, તેઓ આ વાતનું ધ્યાન રાખી રહ્યા છે કે, તેમની માને ઈજા ના પહોંચે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાની મેચ રમવામાં આવી જેને જોવા ભાગેડુ વેપારી વિજય માલ્યા પણ પહોંચ્યો.