(એજન્સી) તા.૨૪
લોકસભામાં શુક્રવારે અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન અદ્‌ભૂત ભાષણ આપ્યા બાદ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ હર્ષાવેશમાં આંખ મારી હતી. રાહુલ ગાંધીની આંખ મારવાની આ ચેષ્ટાએ ઘણા ટીકાકારોના દિલ જીતી લીધા છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીનો આંખ મારવાનો ઇશારો તેમને યુવાનો સાથે જોડશે કારણ કે યુવાનો કંટાળાજનક ભાષણ કરતા આવી ચેષ્ટાઓને વધુ પસંદ કરતા હોય છે.
ઘણા લાંબા સમયથી કોંગ્રેસ અત્યાર સુધી અંધારામાં આંખના ઇશારાની ચેષ્ટા કરતી હતી અને ભાજપને તેની નીતિ, કાર્યક્રમો અને વિજયને પણ વટાવવા દેતી હતી. રાહુલ ગાંધીનું મોદીને ગળે ભેટવું અને ધોળા દિવસે આંખથી ઇશારો કરવો એ ખરેખર આવકાર્ય પગલું છે. અલંકારની દ્રષ્ટિએ જોઇએ તો આંખ મારવાની ચેષ્ટાને કોંગ્રેસ સાથે લાંબા સંબંધો છે. પક્ષ પ્રમુખ તરીકે જ્યારે રાહુલ ગાંધીની તાજપોશી થઇ ત્યારે મેં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને પાર્ટીએ હવે અંધારામાં આંખ મારવાના ઇશારા બંધ કરવા જોઇએ.
પીઢ કોંગ્રેસી અને સ્વાતંત્ર સેનાની કાકા સાહેબ ગાડગિલ દ્વારા દાયકા પૂર્વે તાકીદ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાકાસાહેબ ગાડગિલ એ પક્ષના વરિષ્ઠ પ્રવક્તા વીએન ગાડગિલ અને અનંત ગાડગિલના અનુ. પિતા અને દાદા થાય છે. કાકાસાહેબ આત્મસંતોષમાં રાચતા પક્ષના નેતાઓને એવો આગ્રહ રાખવા કહ્યું હતું કે પક્ષ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોનો યશ નહીં લેવો અને અંધકારમય રૂમમાં છોકરીને આંખ મારવા સમાન છે કે જેમાં ન તો છોકરી જોઇ શકે છે કે આ ચેષ્ટાનું નિશાન નિરર્થક જાય છે. ઘણા લાંબા સમયથી કોંગ્રેસે પોતાના કાર્યક્રમો બદલ ભાજપ અને નરેન્દ્ર મોદીને યશ લેવા દીધો હતો અને પોતાની નીતિની ચોરી કરવા બદલ ભાજપ સામે પર્યાપ્ત પડકાર પણ ફેંક્યો ન હતો. ચાર વર્ષ સુધી કોંગ્રેસ પક્ષે રાષ્ટ્ર માટે ૬૦ વર્ષ સુધી કંઇ કર્યું નથી એવા ભાજપના પ્રચારમાં લોકોને માનવા દીધા. એટલું જ નહીં યુપીએ-૨ સૌથી ભ્રષ્ટાચારી સરકાર હતી, પોતાની છાતીના માપ અંગે મોદીની બડાશને પડકારી ન હતી. દેશમાં ગૌરક્ષાના નામે થતી હત્યાઓ દરમિયાન લઘુમતીઓની તરફેણમાં અવાજ ઉઠાવ્યો નહીં. આમ કોંગ્રેસે ભાજપને જે કરવું હતું તે બધુ કરવા દીધું. જ્યારે લોકસભામાં શુક્રવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની અણધારી ચેષ્ટાથી મોદી પણ બે ઘડી ખળભળી ઊઠ્યા હતા. આમ વડાપ્રધાન મોદીને ગળે લગાડવા અને ધોળે દિવસે આંખ મારવાના ઇશારા વાસ્તવમાં કોંગ્રેસના વિજયની એક ઘોષણા છે.