અમદાવાદ, તા.રર
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્ર એમઓયુ જ થાય છે. તેનો અમલ થતો નથી તેવા વિપક્ષના આક્ષેપોને જવાબ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે વાઈબ્રન્ટ સમિટના સફળતાને બતાવવા કહ્યું હતું કે, વાઈબ્રન્ટમાં જે એમઓયુ થયા છે. તેમાંથી ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણો તા.૩૧ માર્ચ ર૦૧૯ પહેલા પારદર્શક ઉદ્‌ઘાટન કે કાર્યારંભ સુધી પહોંચી જશે. તેમાં ૪૦૦થી વધુ કંપનીઓ જોડાશે. એમ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે. જો કે, મુખ્યમંત્રીએ એમઓયુમાં જે ૪૦૦ કંપનીઓના રોકાણ થવાની વાત કરી છે તે વર્ષની સમિટ નહીં પણ આગળની વાઈબ્રન્ટ સમિટથી લઈને અત્યાર સુધીની સમિટના એમઓયુની કંપનીઓના પ્રોજેક્ટોનો સમાવેશ છે. એટલે આ વર્ષની સમિટમાં થયેલ એમઓયુ પૈકીની કેટલી કંપનીઓનું રોકાણ થશે તેનો ચોક્કસ આંકડો મુખ્યમંત્રીએ આપ્યો નથી. એટલે આ વર્ષની સમિટમાં થયેલા એમઓયુની કેટલી કંપનીનું કયારે રોકાણ થશે તેનો જવાબ આપ્યો જ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વાઈબ્રન્ટ સમિટની સફળ ફલશ્રુતિ રૂપે જે એમ.ઓ.યુ. થયા છે તેમાંથી ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણો આ નાણાંકીય વર્ષ તા.૩૧ માર્ચ-ર૦૧૯એ પૂર્ણ થાય તે પહેલાં ખાતમૂર્હત, ઉદ્‌ઘાટન કે કાર્યારંભના સ્તરે પહોંચી જવાના છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ૪૦૦થી વધુ કંપનીઓ દ્વારા આવા ઉદ્‌ઘાટનો, ખાતમૂર્હત કે કાર્યારંભ થઇ જશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ-ર૦૧૯ સફળતાપૂર્વક પૂર્ણ થવાના માત્ર બે જ દિવસમાં આ અંગેનું આયોજન હાથ ધરીને વાઈબ્રન્ટમાં માત્ર એમઓયુની વાતો જ થાય છે તેવા વિપક્ષના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો છે એમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. વધુમાં રૂપાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટની ૯મી કડી ૧૮-૧૯-ર૦ જાન્યુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ થઇ અને તેમાં ૧૩પ થી વધુ દેશો, ૧ લાખથી વધુ ડેલીગેટસ આવ્યા અને ર૦૦થી વધુ ઇવેન્ટસ યોજાઇ તેની સફળતા ન જોઇ શકનારા લોકોએ જે આક્ષેપો કર્યા છે તેને આ ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણોના વિવિધ તબક્કે અમલીકરણની જાહેરાતથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સમક્ષ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, જે પ્રોજેકટસના ઉદઘાટન થશે તેમાં વાયબ્રન્ટ સમિટની પહેલાની કડીઓના ઊદ્યોગો પણ હશે. તેમણે આ રોકાણોમાં ખાતમૂર્હત, ઉદઘાટન, કાર્યારંભના વિવિધ તબક્કે જે પ્રોજેકટસમાં થવાના છે તેની વિગતો આપતાં કહ્યું કે, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગમાં ૧૪, ડેરી-ફિશરીઝ અને સહકારમાં ર૦, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને જી.આઇ.ડી.સી.ના મોટા પ્રોજેકટસ ૩૦, ઓટોમોબાઇલ અને એન્જીનીયરિંગ ૩ર, હેલ્થકેર એન્ડ ફાર્માસ્યુટિકલ્સ પ૯, આઇ.ટી. ર૬, મિનરલ બેઇઝડ પ્રોજેકટસ ર૧, સ્જીસ્ઈ ૧૬૧, પોર્ટ એન્ડ પોર્ટ બેઇઝડ ૭, રિન્યુએબલ એનર્જી, ઓઇલ એન્ડ ગેસના પ, ટેક્ષટાઇલ એન્ડ એપરલના ૯, હાઉસીંગ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ખાનગી રોકાણોના-૧૧ તેમજ અન્ય ૬૯ મળી કુલ ૪૬૪ જેટલા અંદાજિત પ્રોજેકટસનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ પૂર્ણ થયાના બે જ દિવસમાં રાજ્ય સરકારે ચોક્કસ કાર્યઆયોજન સાથે નાણાંકીય વર્ષ ર૦૧૯ પૂર્ણ થતાં પહેલાં પ્રોજેકટસમાં કામ શરૂ થઇ જાય તેવી પ્રતિબધ્ધતા દર્શાવી છે. મુખ્ય સચિવ જે.એન. સિંહે આ અંગે જણાવ્યું કે, ગુજરાતમાં ય્જીડ્ઢઁ વર્ષ ર૦૧૩ થી ૧૭ દરમ્યાન ૯.૯ ટકા હતો તે વધીને ર૦૧૮ના વર્ષમાં ૧૧.૧ ટકા એ પહોચ્યો છે. રાજ્ય સરકારની નાણાંકીય શિસ્તની પણ આ અહેવાલમાં પ્રસંશા કરવામાં આવી છે અને ગુજરાત સૌથી ઓછું દેવું ધરાવે છે.તેમણે ઉમેર્યુ કે, જોબ ક્રિએશનમાં પણ ગુજરાત રાષ્ટ્રીય ૭ ટકાની એવરેજ સામે ૧૧.પ ટકાની વૃધ્ધિ ધરાવે છે.