ડીસા, તા.૧૯
સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ગતરોજ અચાનક બનાસકાંઠાના દિયોદર મુકામે ચૂંટણી પ્રચાર અર્થે મુખ્યમંત્રી વિજય રૂપાણી મુલાકાતે પહોંચ્યા હતા અને દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી એક સભા યોજી હતી.
વિજય રૂપાણીએ જણાવ્યું કે ચૂંટણી આવશે અને જશે પરંતુ હંમેશા સમસ્યા અને ભવિષ્યની ચિત્તા કરવાની છે. ઠાકોર સમાજ ભોળી અને ઈમાનદાર છે સરકારને હંમેશા ઠાકોર સમાજ સાથે લાગણી છે સરકાર હંમેશા વિકાસ આગળ ધપવાનાર રહ્યું છે વિકાસની વાત હોય કે આરોગ્યની હંમેશા રાજ્ય સરકાર તૈયાર જ હોય છે. આ ચૂંટણી ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતની નથી આ ચૂંટણી કેન્દ્ર સરકારની ચૂંટણી હોવાથી આપણે નરેન્દ્ર મોદીને વિજય બનાવવા છે નરેન્દ્ર મોદીનો સૂત્ર છે દરેક સમાજ કો સાથ લે કે ચલના હૈ જ્યારે પરિણામ આવશે. ત્યારે ગુજરાતમાં દિવાળી થશે ત્યારે પાકિસ્તાનમાં માતમ મનાવસે તેવું જણાવ્યું હતું. આમ લોકસભાની દરેક સીટો પર ભાજપને જીતાડી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જણાવ્યું હતું.