(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
નિત્યાનંદ બાબાના આશ્રમના બહાર આવેલ કાંડને લઈ રાજ્યભરમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે અને તેના પ્રત્યાઘાતો પણ ઊઠી રહ્યા છે. ત્યારે આ પ્રકરણમાં રાજ્યના કેટલાક આઈએએસ અધિકારીઓ અને મંત્રીઓની વિગતો બહાર આવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખફા થયા છે અને તેમણે આ મુદ્દે તપાસ કરવાના મુખ્ય સચિવની કચેરીને આદેશ જારી કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલ નિત્યાનંદ કાંડમાં થોડા વર્ષો પહેલાના આસારામ પ્રકરણની જેમ મંત્રીઓ-આઈએએસ અધિકારીઓના સંબંધોની વાતો બહાર આવતાં મુખ્યમંત્રી રૂપાણી પોતાની સરકાર પર છાંટા ન ઉડે તે માટે સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. ડીપીએસ સ્કૂલની જગ્યાને લઈ શિક્ષણ વિભાગ અને અન્ય અધિકારીઓની ભૂલ સરકારને નડે તેની તકેદારી રાખી આગળ વધતા મુખ્યમંત્રી સ્થિતિ ઉપર ખાસ નજર રાખી રહ્યા છે. ખાસ સૂત્રો પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં નિત્યાનંદ બાબાને અમિતાભ શાહ લઈ આવ્યા અને મંજુલા શ્રોફે તેમને આશ્રય આપ્યો. પણ ત્યાર બાદ બાબાએ પોતાની લીલાના શિકાર અનેક લોકોને બનાવ્યા. ગુજરાતના અનેક શ્રીમંતો અને સનદી અધિકારીઓ તેમના ભક્ત બન્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ટોચના નેતાઓના સંતાન પણ બાબાની માયામાં આવી ગયા હતા. ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રીની દીકરીને આશ્રમની કન્યાઓ ગ્રુપ હિલીંગ આપવા આવતી હોવાની જાણકારી પોલીસની તપાસમાં બહાર આવી છે. જો કે, ગ્રુપ હિલીંગ લેનાર તો ખરેખર બાબાના ગોરખ ધંધાનો ભોગ બન્યા છે જેના કારણે પોલીસે હિલીંગનો લાભ લેનારને પરેશાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. બીજા શબ્દોમાં તો તેઓ ભોગ બનનાર છે. પરંતુ પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે શ્રીમંતો અને વગદાર સુધી જવામાં બાબાના મધ્યસ્થી મંજુુલા શ્રોફ અને અમિતાભ હતા. હવે આ પૂર્વ મુખ્યમંત્રીની દીકરી કોના કારણે આવી તે તપાસનો વિષય છે. દરમ્યાન આ મામલે પોતાની જ સરકારના મંત્રીઓ અને સનદી અધિકારી સંકળાયેલા છે તેવી વાત જાહેર થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ્સા નારાજ થયા હોવાની જાણકારી મળી છે. જો કે, એક મહિના પહેલાં મંજુલા શ્રોફ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી મુખ્યમંત્રીનો સમય પણ માંગવામાં આવ્યો હતો. જો કે, તેમના વચ્ચે મુલાકાત થાય તે પહેલાં બાબાનું પ્રાગટય થઈ ગયું નહિંતર મંજુુલા શ્રોફ વિજય રૂપાણીને પણ ગ્રુપ હિલીંગ માટે આમંત્રણ આપી દેતા તો નવાઇ નહીં. કાયદો કાયદાનું કામ કરે તેવો મત ધરાવતા વિજય રૂપાણીએ મુખ્ય સચિવની કચેરીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે હવે જોઈએ કે, આગળ શું બહાર આવે છે.
નિત્યાનંદ પ્રકરણમાં IAS-મંત્રીઓની વિગતો બહાર આવતાં મુખ્યમંત્રી ખફા !

Recent Comments