બર્મિંગમ, તા.૧
ઓલરાઉન્ડર વિજય શંકર પગની ઈજાના કારણે આઈસીસી વર્લ્ડકપ ર૦૧૯માંથી બહાર થઈ ગયો છે. તેને નેટસમાં જસપ્રીત બુમરાહનો બોલ વાગ્યો. ઈજા શરૂઆતમાં વધારે ગંભીર લાગતી ન હતી પણ બાદમાં ઘણી ગંભીર થઈ ગઈ. હવે બીસીસીઆઈ તેના વિકલ્પ માટે આઈસીસીને વાત કરી શકે છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, બુમરાહનો બોલ વિજય શંકરના પગના અંગૂઠાને ફરી વાગ્યો. તેની સ્થિતિ સારી નથી અને તે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે તેમ નથી. સૂત્રએ ઉમેર્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટ તેના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરવા કહી શકે છે. જો પંત આગામી બે મેચમાં ફેઈલ જાય તો મયંકને ઓપનર તરીકે લઈ કે.એલ.રાહુલને ચોથા ક્રમે બેટીંગ કરવાની તક આપી શકે છે. શંકરના સ્થાને કર્ણાટકના ઓપનર મયંક અગ્રવાલનો સમાવેશ થઈ શકે છે જેણે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું.
ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર અંગૂઠાની ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર

Recent Comments