(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૯
જૂનાગઢમાં બનેલા એક બનાવમાં ચોરી કર્યાની શંકા રાખી ગેરકાયદેસર મંડળી રચી અપહરણ કરી જઈ તેમજ ચોરીની કબૂલાત માટે પાઈપ, લાકડી, ઢીકાપાટુનો માર અને શરીના ગુપ્ત ભાગે ઈલેક્ટ્રીક શોક આપી જીવલેણ હુમલો કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના ગોધાવાવની પાટી વાલ્મિકી વાસ ખાતે રહેતાં રોહિત રમેશભાઈ વાઘેલા (ઉ.વ.ર૧)એ પોલીસમાં ખારવો કોળી, જુનેદ કસાઈ, મુના બચુ, ટાટમ, પીન્ટુ, બગી તથા તેની સાથેના અજાણ્યા ૧પથી ર૦ માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવેલ છે કે, ગત તા. ૧-૮-૧૮ની રાત્રીથી તા. ૩-૮-૧૮ની સાંજ દરમ્યાન ગેંડા અગડ રોડ તથા વાઝાંવાડ જૂનાગઢ શહેરમાં બનેલા બનાવ અંગે જણાવેલ છે કે, આ કામના આરોપી રહેણાંક મકાને અગાઉ ચોરી થયેલ. જેના શક આ કામના ફરિયાદી રોહિત રમેશભાઈ તથા સીરજ ઉર્ફે ઉંદરડી, રફીક નાગોરી તથા કિશન ઉર્ફે બીટુ રમેશભાઈ પરમાર ઉપર રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીનું અપહરણ કરી લઈ ગયા હતા. બળજબરીથી ચોરીની કબૂલાત કરાવવા માટે તેમજ ચોરી થયેલ વસ્તુના પૈસા પડાવી લેવા માટે આોરપીઓએ પ્લાસ્ટિકનાં પાઈપ તથા લાકડી તથા ઢીકાપાટુથી ફરિયાદી તથા સાહેદોને ઢોર મારમારી બિભત્સ શબ્દો કહી અને તેમને મારી જ નાખવા છે. તેમ કહી ફરિયાદીને ગુપ્ત ભાગે તથા આખા શરીરે ઈલેક્ટ્રીક શોક આપેલ તેમજ બંને સાહેદને પણ ઈલેક્ટ્રીક શોક આપી તેને પણ જીવલેણ ઈજા કરી હતી. તેમજ સાહેદ ભકીને મારમારી ફરિયાદી અનુસુચિત જાતિના હોવાનું જાણવા છતાં ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની કોશિષ કરી પૂર્વયોજીત કાવતરૂં કરી ફરીગાદી તથા સાહેદને ગોંધી રાખવામાં આવ્યા હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે. પોલીસે આરોપી વિરૂદ્ધ જુદી-જુદી કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢના નાયબ પોલીસ અધિકારી એમ.એસ.રાણા ચલાવી રહ્યા છે.