અમદાવાદ,તા.૨૮
અમદાવાદમાં વીડ કરંટ લાગતા બે કામદારોના મોત નીપજ્યા હોવાની ઘટના બની છે. વીજ થાંભલા માટે ખોદકામ દરમિયાન જમીન નીચે પસાર થતાં વીજ વાયરના સંપર્કમાં આવતા બે કામદારોને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બે કામદારોના મોતના પગલે સ્થાનિક લોકોના ટોળા પણ એકઠાં થયા હતા. અમદાવાદના નિર્ણય નગર સેક્ટર ચારમાં આવેલી દિવાળીબાનગર સોસાયટી પાસે આજે મંગળવારે સવારના સમયે વીજ થાંભલાનું કામ ચાલી રહ્યું હતું. જેના માટે બે કામદારોએ ખાડો ખોદ્યો હતો આ દરમિયાન જમીન નીચે પસાર થતો વીજ કેબલ કપાયો હતો. આ વાતથી અજાણ કામદારોએ વીજ થાંભલો ઉભો કરવા ગયા અને નીચે પસાર થતા કપાયેલા કેબલના સંપર્કમાં આવતા બંનેને વીજ કરંટ લાગ્યોે. હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જેના કારણે આ બંને કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ બંને કામદારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પરના કામદારો હતા. આ ઉપરાંત જમીન નીચે ટોરેન્ટ પારવની ૧૧ કેવી લાઇન પસાર થતી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.