(સંવાદદાતા દ્વારા) ડભોઈ, તા.૨૭
ડભોઇ મહુડી ભાગોળ પાસે આવેલા વીજ થાંભલા પર પક્ષીઓ દ્વારા બાંધેલા માળામાં ચાલી રહેલ ચોમાસાની ઋતુને લઈ વીજ થાંભલાના વાયરો અડી જતા થાંભલા ઉપર એકાએક આગ લાગી હતી જે જોઈ આસપાસના રહીશોમાં દોડાદોડ અને ભયનો માહોલ સર્જાયો હતો ડભોઇ મહુડી ભાગોળ પાસે આવેલા વીજ થાંભલા ઉપર પક્ષીએ માળો બાંધેલ હોય ચોમાસાની ઋતુને લઈ પવનના સૂસવાટાથી વીજવાયરો એકબીજાને અડી જતા આ માળામાં આગ લાગી ગઈ હતી. જેને પગલે આસપાસના રહીશોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી ત્યાંથી પસાર થતા લોકોએ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડને જાણ કરતા વીજ પ્રવાહ બંધ કરાવી આગ ઉપર કાબૂ મેળવો ત્યારબાદ ૧૫ મિનિટ ઉપર રીપેરીંગ કામ કરી આવી હતી.