સુરત, તા.૪
ડીંડોલીમાં આવેલા એક મિનરલ વોટર પ્લાન્ટમાં કામ કરતો શ્રમજીવી બીજા માળે ગેલેરીમાં ઉભો રહીને નીચે હાજર અન્ય એક કર્મચારીને બોલાવતી વખતે હાઇટેશન વીજ વાયરને અડી ગયો હતો. જેથી તેનું સારવાર દરમિયાન તેનું હોસ્પિટલમાં સવારે મોત નિપજવા પામ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લિંબાયતના નીલગીરી વિસ્તારમાં આવેલા શાંતિ નગરમાં રહેતો રાજેન્દ્ર પુરસોત્તમ પાટીલ (ઉ. વ. ૩૫)નાઓ ડીંડોલી માનસરોવર ખાતે આવેલા ફોરમ નામના મિનરલ વોટર પ્લાન્ટમાં બીજા માળે ગેલેરીમાં નીચે વાકો વળીને અન્ય કર્મચારીને બૂમો પાડતો હતો. ત્યારે તેનું માથું સામેથી પસાર થતા હાયટેશન વીજ વાયરને અડી ગયુ હતું અને ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સાથે કર્મચારીઓ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત થઇ ગયું હતું. વધુમાં રાજેન્દ્રના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વીજ કંપનીની એટલી બેદરકારી છે કે, બિલ્ડિંગો તથા કારખાના સહિતના મકાનો સામેથી પસાર થતા હાયટેશન વીજ વાયરોને કોટિંગ નહીં કરવાના કારણે અવાર – નવાર આવા બનાવો બને છે. વાયર મોત સમાન ત્યાં લટકતા હોય છે. જ્યાં ઘટના બની ત્યાં વાયરને કટિંગ કરેલી હોત તો કદાચ રાજેન્દ્રને કરંટ નહીં લાગત તો તેના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે બનાવ અગે ડીંડોલી પોલીસ વધુ તપાસ કરી રહી છે.