(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૮
જામનગર મહાપાલિકાની જનરલ બોર્ડમાં આજે પણ વિકાસના મુદ્દે ભારે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બોર્ડમાં ખુદ મેયરે એમ કહ્યું કે, વિકાસ ગાંડો થયો છે અને ગાંડો જ રહેવાનો છે, જ્યારે વિપક્ષી સભ્યોએ વિકાસના મુદ્દે પોતાની રીતે મંતવ્યો આપ્યા, જનરલ બોર્ડમાં આજે પણ પાણી ટપકતું હોય વિપક્ષી નેતાએ એવો ટોણો માર્યો હતો કે, શું આને વિકાસ કહી શકાય અન્ય વિપક્ષી સભ્યોએ એમ કહ્યું હતું કે, જામનગરમાં વિકાસ ટોર્ચ લઇને શોધો તો પણ નથી મળતો, વિકાસ ખોવાઇ ગયો છે. વિકાસ મૃત્યુ પામ્યો છે અને વિકાસ તો માંદો થઇ ગયો છે. જામનગર શહેરમાં કેવો વિકાસ થાય છે તે પ્રજાને ખબર છે, માટે વિકાસ જ્યારે આડો ફાટળે છે ત્યારે વિપક્ષોના કામમાં પક્ષપાત થયાના દાખલા છે. જો આઠ દિવસમાં જામનગરમાં ફેલાયેલા રોગચાળા વિશે તાકીદના પગલાં લઇ નહી અને નવા ફોગીગ મશીન નહી ખરીદાય તો મેયરની સામે જલદ આંદોલન કરવામાં આવશે તેમ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ કહ્યું હતું. જેના જવાબમાં મેયર અને ડે.મેયરે જામનગરમાં થયેલા વિકાસના કામો અંગે સભ્યોને વાકેફ કર્યા હતા અને અનેકવિધ યોજનાઓ પ્રત્યે વિપક્ષી સભ્યોનું ધ્યાન જામનગર શહેરમાં સ્વાઇન ફલૂ અને ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, જામનગરમાં જ્યારે સફાઇ કામદારોની ઘટ છે ત્યારે અઠવાડિયામાં સ્વાઇન ફલૂના કારણે ત્રણનાં મોત થઇ ચૂક્યા છે, તાવ, ડેન્ગ્યુ અને શરદીના અસંખ્ય કેસો છે, રાજકોટમાં ફોગીગ મશીન ઘેર ઘેર ફરે છે અને દવા છંટકાવ કરે તો જામનગરમાં કેમ નહી અહી તો વિકાસ ખરેખર ગાંડો જ નથી થયો, પરંતુ આડો પણ ફાટળે છે, જામનગરની નબળી નેતાગીરીના કારણે રાજ્ય સરકારે રાજકોટને રપ કરોડ, પરંતુ જામનગરને માત્ર ૩ કરોડ ફાળવ્યા છે, એટલું જ નહી સ્વચ્છતા નામે સભ્યોની રૂા. ર લાખની ગ્રાન્ટ પણ કાપી લેવામાં આવી છે. આપણી પાસે મોરમ અને મેટલના પૈસા નથી. મ્યુ. કમિશનરને દબાવવાનો પ્રયત્ન થાય છે. અત્યારે બોર્ડમાં જ પાણી પડે છે ત્યારે આ વિકાસ કેવો સમજવો જામનગર કોર્પોરેશન સાથે ગુજરાત સરકાર સતત અન્યાય કરે છે. જનરલ બોર્ડમાં વિપક્ષી સભ્ય યુસુફ ખફી, દેવશી આહીર, અલ્તાફ ખફી, આનંદ ગોહિલ અને અતુલ ભંડેરીએ શાબ્દીક પ્રહારો કર્યા હતા.