(એજન્સી) પટણા,તા.૮
બિહારમાં મોટા રાજનૈતિક ઉથલપાથલ માટે જમીન તૈયાર થઈ ચુકી છે. બસ તારીખની રાહ છે. એનડીએ હોય અથવા મહાગઠબંધનના બન્નેને મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. શકય છે તેનાથી કોઈને વધુ નુકસાન થાય, યુપીની જેમ બિહારમાં પણ મહાગઠબંધન તૂટી શકે છે. રાજદ અને કોંગ્રેસને જીવીત રહેવાની ચિંતા છે. બીજી તરફ એનડીએમાં જેડીયુ અને ભાજપનો ઝઘડો પણ અંત સુધી પહોંચી શકે છે. જો સમગ્ર નીતિશ ભાજપથી પીછો છુડાવવા ઈચ્છે છે તો તસવીર પર જામેલી ધૂળ પણ સાફ થઈ જશે. બિહાર વિધાનસભાની પાંચ બેઠકો પર થનારી ઉપચૂંટણી હિતોના અથડામણનું સૌથી મોટું કારણ બનશે. પોતાને સૌથી મોટું કારણ બનશે. પોતાને મોટા સાબિત કરવાની રેસમાં એનડીએ અને મહાગઠબંધનની પાર્ટી લકવામાંથી ઉંચા નથી આવતા, ર૦ર૦ના રાજકીય અથડામણ પહેલા આ સૌથી મોટી પરીક્ષા હશે. વિધાનસભાની પાંચ ખાલી બેઠકો પર ઉપચૂંટણી થવાની છે તેની તારીખ અત્યારે નક્કી નથી પરંતુ આ નજીકના ભવિષ્યમાં થશે. જ. આ ચૂંટણી અંગે બેઠકોની વહેંચણી કેવી રીતે થશે. આ એક જટિલ પ્રશ્ન છે. એનડીએ અને મહાગઠબંધન બંને માટે આ પ્રશ્ન વિનાશનું કારણ બની શકે છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં હાર માટે રાજદને જવાબદાર ગણાવી છે. બીજી તરફ રાજદ પણ અમેઠીમાં રાહુલ ગાંધીની હાર પછી કોંગ્રેસની નિસહાય માની રહી છે. બંને પાર્ટી એક બીજાની વિરૂદ્ધ કડવા નિવેદન આપી ચુકી છે ર૧ વર્ષમાં પ્રથમ વખત એવું થશે કે લોકસભામાં રાજદના કોઈ સભ્ય નહી હોય, ત્યારે કોંગ્રેસના ઓછામાં ઓછા એક લોકસભા સભ્ય તો બિહારનું પ્રતિનિધિત્વ કરશે. આ માટે બધાને પોતપોતાની પડી છે. પહેલા પોતાનું જુવો પછી બીજાનું વિચારો.
બિહાર વિધાનસભાની થનારી ઉપચૂંટણી અંગે કોંગ્રેસે અત્યારથી ફ્રંટ ફુટ પર રમવાનું શરૂ કરી દીધુ છે. અત્યારે ચૂંટણીની જાહેરાત થઈ નથી પરંતુ કોંગ્રેસે પાંચમાંથી બે બેઠકો પર દાવેદારી રજુ કરી દીધી છે. તેમાંથી એક કિશનગંજ તેની જીતેલી બેઠક છે. વિધાનસભાની ખાલી પડેલી પાંચમાંથી ચાર બેઠકો જેડીયુની છે પરંતુ જેડીયુએ બેઠકો ત્યારે જીતી હતી. જયારે રાજદની સાથે ગઠબંધનમાં હતા. આ પાંચમા ત્રણ બેઠકો કિશનગંજ બેલટર અને દરોંદામાં ભાજપ બીજા ક્રમે હતી. બે બેઠકો પર ભાજપા બીજા ક્રમે હતી. હવે ભાજપ ગઠબંધન હેઠળ જેડીયુ પર કુરબાની માટે દબાણ બનાવી રહી છે તે ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હવાલો આપી રહી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે જેડીયુને પોતાની પાંચ જીતેલી બેઠકો આપી દીધી હતી. હવે વિધાનસભામાં ભાજપ પણ જેડીયુથી એવું કરવા માટે કરી રહી છે. ભાજપા પણ પોતાની ભાગીદારી માગી શકેછે બદલાયેલી પરિસ્થિતિઓમાં નીતિશ કેટલી હદ સુધી ભાજપની વાત સ્વીકારશે, કહેવું મુશ્કેલ છે. દુરગાની લાભ માટે તેભ ાજપથી અલગ પણ થઈ શકે છે. આ ઉપચૂંટણીમાં નીતિશનો નિર્ણય ર૦ર૦ માટે સ્પષ્ટ સંકેત હશે.