(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
અમરોલી વિસ્તરામાં પાંચ વર્ષની માસુમ બાળકીને કુરકુરે, આઈસ્ક્રીમ અને ચોકલેટ અપાવવાની લાલચ આપી ૨૧ વર્ષના નરાધમે ઘરના બાજુમાં આવેલા દાદર નીચે લઈ જઈ દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીને નિર્વસ્ત્ર કરી પોતે નિર્વસ્ત્ર થઈ શારીરીક અડપલા કરતા ભારે ચકચાર મચી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમરોલી રધુવીર સોસાયટીમાં રહેતો મનુ ચંદન તૈલી (ઉ.વ.૨૧)એ રવિવારે તેના વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની માસુમ બાળકી કુરકુરે લેવા માટે જતી હતી તે વખતે તેને પકડી કુરકુરે, આઈસ્ક્રીમ અને ચોકલેટ અપાવાની લાલચ આપી અપહરણ કરી તેના ઘરના બાજુના ઘરના મકાનના દાદર નીચે લઈ ગયો હતો ત્યાં બાળકી પર દુષ્કર્મ કરવાના ઈરાદે નિર્વસ્ત્ર કરી પોતે પણ નિર્વસ્ત્ર થઈ બાળકી સાથે શારીરીક અડપલા કર્યા હતા. બનાવ અંગે પોલીસે મનુ તૈલી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.