(એજન્સી) અગરતલા,તા.૬
અસમમાં NRC ડ્રાફટ રજૂ થયા પછી દેશનુ રાજકારણ ગરમાયુ છે. એક તરફ ભાજપે NRC ડ્રાફટમાં ન સામેલ ૪૦ લાખ લોકોને ઘૂસણખોર દર્શાવીને તેમને પાછા વતનમાં મોકલવાની વાત કરી છે. TMC અને કોગ્રેસ સહિત ઘણી રાજકીય પાર્ટીઓએ આ વિશે સોફટ વલણ અપનાવ્યુ છે.
આની વચ્ચે ત્રિપુરાના CM વિપ્લવ દેવના જન્મને લઇ વિવાદ શરૂ થયો છે, CM વિપ્લબ દેવની વિકિપીડીયાના હવાલે સોશિયલ માડિયામાં એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં દર્શાવાયુ છે કે વિપ્લવ દેવનો જન્મ બાંગલાદેશમાં થયો હતો. તેમનો પરિવાર ૧૯૭૧ના પછી ભારત આવ્યો હતો.
મેસેજમાં જણાવવામાં આવે છે કે દેશમાં NRC ડ્રાફટ રજૂ થયા પછી સૌથી પહેલા ત્રિપુરાના CMનો દેશ નિકાલ કરાશે.