(એજન્સી) તા.રપ
પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેનારા રામમંદિર આંદોલનથી જોડાયેલ ભાજપના વરિષ્ઠ નેતા વિનય કટિયારે અયોધ્યા ચુકાદાને લઈને નિવેદન આપ્યું છે કે, જો મુસ્લિમ પક્ષ સુપ્રીમકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરશે તો અમે મથુરા-કાશી જતાં રહીશું. અયોધ્યાના કારસેવક પુરમમાં રામમંદિરની તરફથી કાનૂની ભૂમિકા નિભાવનારા વકીલોના સન્માન સમારોહમાં પહોંચેલા વિનય કટિયારે આજતકથી વાતચીતમાં કહ્યું કે, જો સુપ્રીમકોર્ટના ચુકાદા વિરૂદ્ધ રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી તો તે મથુરા અને કાશીની તરફ વધી જશે. આ સિવાય કાર્યક્રમમાં પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપતરાયે વિહિપને અયોધ્યા પછી આગામી પ્લાન પર વાત કરતાં કહ્યું, એકવાર રામ મંદિરની દીવાલો પર છત્ર લાગી જવા દો તેના પછી જે યુવા કિશોરો હશે તે આગળનો નિર્ણય કરશે. બતાવી દઈએ કે, અયોધ્યા મામલામાં રામલલ્લા બિરાજમાનની તરફથી કાનૂની લડાઈ લડનારા વકીલોના દળને વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ સન્માનિત કર્યા છે. અયોધ્યાના કારસેવક પૂરમમાં રામમંદિર મામલાથી જોડાયેલ વકીલો સિવાય ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ. વિચારણીય છે કે, અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો આવ્યા પછી ત્યાં રામ મંદિર નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. મંદિર નિર્માણને લઈને સતત રાજકીય નિવેદનબાજી થઈ રહી છે અને અલગ-અલગ માંગ રાખવામાં આવી રહી છે. વર્ષોથી આ કેસ સુપ્રીમકોર્ટમાં હતો અને આ મહિનાની શરૂઆતમાં સર્વોચ્ચ અદાલતે આ કેસ પર અંતિમ ચુકાદો સંભળાવ્યો છે. જેના હેઠળ વિવાદિત રામજન્મભૂમિની જમીનને રામલલ્લાને આપવામાં આવશે જ્યારે અયોધ્યામાં જ પ એકર જમીન મુસ્લિમ પક્ષને આપવાનો હુકમ આપ્યો.