નવી દિલ્હી, તા. ર૦
વિનેશ ફોગાટે એશિયન ગેમ્સમાં ઈતિહાસ સર્જતાં પ૦ કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુશ્તીમાં ગોલ્ડમેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ સાથે તે પહેલી ભારતીય મહિલા પહેલવાન બની છે જેણે એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ગોલ્ડ મેડલ માટે રમાયેલા મુકાબલામાં વિનેશેે જાપાનની ઈરી યુકીને ૬-રથી પરાજય આપ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ભારતને બે જ ગોલ્ડ મેડલ મળ્યા છે. અને તે બંને કુશ્તીમાં મળ્યા છે. આ પહેલા બજરંગ પુનિયાએ આ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડમેડલ અપાવ્યો હતો. સોમવારે ભારતની વિનેશ જ્યારે પોતાની બાઉટમાં ઉતરી તો તે પગના દુખાવાની સમસ્યાથી પીડાતી હતી તેમ છતાં તેણે પોતાની બધી બાઉટ જીતી અને વિરોધી રેસલરને કોઈ તક આપી નહીં.