(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ફેસબુક પેજ ફીર એક બાર મોદી સરકારે એક તસવીર શેર કરી તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ સોનિયા ગાંધીના ચરણસ્પર્શ કરી રહ્યા હોવાનો દાવો કરતા લખ્યું છે કે, “ભારતના મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંઘ.” આ તસવીર ઘણા જમણેરી સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓ રાહુલ ગાંધીની માન સરોવરની તસવીરો પણ નકલી હોવાનો દાવો કરી રહ્યા છે. ખરેખર આ તસવીર ર૦૧૧માં સોનિયા ગાંધીના ચરણસ્પર્શ કરતા કોંગ્રેસી પ્રતિનિધિની છે. આ ખુલાસો ગેટી ઈમેજીસ નામની અમેરિકન ફોટો એજન્સીએ કર્યો છે જે મીડિયા અને વ્યવસાય ક્ષેત્ર ઉપયોગમાં લેવાતી તસવીરોની પુષ્ટિ કરે છે.