(એજન્સી) તા.૧૦
સોશિયલ મીડિયામાં ઈંગ્લેન્ડના ક્રિકેટ ટીમનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે પરંતુ એની પાછળ કારણ ક્રિકેટ નથી જીતની બાદ થયેલ પાર્ટીની છે. આ ફોટોમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ મેચ જીતવાની ખુશીમાં પાર્ટી કરતાં જોવાઈ રહ્યા છે અને દારૂની બોટલો સાથે ફોટો પડાવી રહ્યા છે દારૂ પી રહ્યા છે. પરંતુ આ ટીમના મોઈનઅલીએ આ પાર્ટીમાં સામેલ થવાથી છૂટાછેડા કર્યા. આ ફોટાને AB de Villiers Mr ૩૬૦ ફેસબુક પેજથી અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ર૦૦૦થી વધુ લોકોએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી ચૂકયા છે. પ૦,૦૦૦ લોકોએ લાઈક આપી. આ તસવીરમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે ટીમના એક માત્ર મુસ્લિમ પ્લેયર મોઈનઅલીએ જશ્ન છોડી અલગ જઈ રહ્યા છે. મોઈનઅલીએ દારૂ પીવવું યોગ્ય ન લાગતા જશ્ન છોડીને ત્યાંથી અલગ ચાલ્યા ગયા. આ તસવીર પર સોશિયલ મીડિયા યુઝર્સના અલગ અલગ રિએકશન આવી રહ્યા છે જ્યાં કેટલા મુસ્લિમ યુઝર્સ મોઈનઅલીને સાચો મુસલમાન બતાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, દારૂ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાથી ઈસ્લામમાં હરામ છે જ્યાં યુઝર્સ આને માત્ર રૂઢિવાદિતા અને નૌટંકી કહી રહ્યા છે.