ભૂજ,તા.૧૯
ભૂજ સ્વામી નારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીની માસિક ધર્મ અંગેની ટિપ્પણી સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારે ચકચાર મચ્યા બાદ આજરોજ ભૂજ સ્વામી નારાયણ મંદિરે ખુલાસો કર્યો છે કે, કૃષ્ણ સ્વરૂપ સ્વામીની વાયરલ થયેલી ટિપ્પણીની કેસેટ એક વર્ષ જુની છે અને સ્વામી નારાયણ સંપ્રદાય મહિલાઓનું સન્માન કરે છે. દરમ્યાન ભૂજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં માસિક ધર્મની ચકાસણી કરવાની ચેષ્ટા બાદ બચાવની સ્થિતિમાં આવી ગયેલા ભૂજ સ્વામી નારાયણ મંદિર દ્વારા આજરોજ ભૂજ ખાતે સત્સંગીઓને સાથે એક રેલી કાઢવામાં આવી હતી અને કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવાયું હતું કે કેટલાક વિધ્ન-સંતોષાએ સ્વામી નારાયણ મંદિરને બદનામ કરે છે. આવા લોકો સામે પગલાં ભરવા માગ કરી હતી.
નોંધનીય છે કે, ભૂજ સ્વામી નારાયણ મંદિરના કૃષ્ણ સ્વરૂપ સ્વામીની માસિક ધર્મમાં રહેલી મહિલાના હાથે બનેલી રસોઈ આરોગવાથી બળદનો અવતાર મળે છે. તેવી એક ટિપ્પણીવાળી કલીપ વાયરલ થઈ છે.