(એજન્સી) તા.૩૦
બિહારના જહાનાબાદમાં એક તરૂણી સાથે હેવાનિયતની ઘટના સામે આવી છે. આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો ધિક્કારજનક છે. આ વીડિયોમાં અડધા ડઝન જેટલા છોકરાઓ તેની સાથે બળજબરી કરી રહ્યા છે અને બધા તે છોકરીના કપડા ઉતારવાનો પ્રયત્ન કરે છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે આ વીડિયો જહાનાબાદમાં વાયરલ થયો હતો. પોલીસ આ વીડિયોની તપાસ કરી રહી છે અને સાત અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ વીડિયોમાં દેખાતા બધા છોકરાઓ ર૦ વર્ષથી ઓછી ઉંમરના છે અને ૧રથી ૧૪ વર્ષના છોકરાઓ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે. જાણકારી પ્રમાણે આઈ.જી.નૈયર હસનૈનખાને ગઠિત કરેલી અનિલકુમારના નેતૃત્વવાળી એસઆઈટી ટીમે છોકરાઓની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો માટે રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે નીતિશકુમાર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે હું નિશબ્દ છું, નીતિશકુમારના ભાજપાઈ રામરાજ્યમાં ૮-૧૦ હેવાનો એક ૧૩-૧૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી રહ્યા છે. શું થઈ ગયું છે સમાજને ? બળાત્કારીઓને સત્તાધારીઓ દ્વારા ભારત માતા અને ત્રિરંગાની આડમાં જ્યારે નૈતિક સમર્થન મળશે ત્યારે સમાજ આવી રીતે જ બરબાદ થશે.
બિહારના એક વાયરલ થયેલા વીડિયોમાં આઠ છોકરાઓએ છોકરી પર હુમલો કરી તેના કપડા ફાડી નાંખ્યા, કોઈએ મદદ ન કરી

Recent Comments