વિરમગામ, તા.૧૧
આજરોજ વિરમગામના એક પાર્ટી પ્લૉટમા વિરમગામ શહેર કોંગ્રેસ સમિતિ અને વિરમગામ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરો તરફથી વિરમગામ ખાતે સુ.નગર લોક્શભા મત વિસ્તારના કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોનો સત્કાર સમારંભ યોજાયો હતો.જેમાં લાખાભાઈ ભરવાડ વિરમગામ ધારાસભ્ય, સોમાભાઈ કૉ. પટેલ લીંમડી વિધાનસભા, રાજુભાઈ ગોહિલ ધંધુકા વિધાનસભા, નૌસાદભાઈ સોલંકી દસાડા વિધાનસભા, પરસોત્તમભાઈ સાબરીયા ધાંગધ્રા વિધાનસભા, અને રૂત્વિકભાઈ મકવાણા ચોટીલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મનુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્‌્‌બોધન કરતાં જણાવ્યું હતું કે વિરમગામ હંમેશની માટે કોંગ્રસની સીટ રહેલી છે જ્યારે ૨૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને સૌ કૉઈ ધારાસભ્ય સહિતના કૉંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારથીજ કામે લાગી જાય જેવું આહ્‌વાન કરાયું હતું. જેમા વિરમગામ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર યાસીનભાઈ મંડલીએ જણાવ્યું હતું કે જલદીથી લાખાભાઈ ભરવાડ તેઓનું કાર્યાલય ખોલે જેથી કરીને લોકોને તકલીફ ના પડે. વકીલ એસોશિએશનના પ્રમુખ ધરમસિંહભાઈ ચાવડાએ ભાજપ પર ચાબખાં મારતા જણાવ્યું હતું કે આ સરકાર ઉત્સવ પ્રિય સરકાર છે તો આવા ખોટા દેખાવ બંધ કરી પ્રજાને સહાય આપવામાં આવે. જ્યારે લાખાભાઈ ભરવાડ એ જણાવ્યું હતું કે મારા વિરમગામ ગ્રામ્યના લોકો પોતાના સંતાનને અભ્યાસ કરાવે જેથી ખેડૂત પૂત્ર માત્ર ખેડુતના રહે ભણી-ગણીને આગળ વધે તેવી ઇચછા વ્યક્ત કરી હતી. જીલાની બાપુએ પણ પ્રાસંગિક પ્રવચનમાં પણ ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાને લઇને અત્યારથી જ કામે લાગી જાવ.