(સંવાદદાતા દ્વારા)
વિરમગામ, તા.૧૮
વિરમગામના કરિયાલા ગામના સરપંચના પુત્ર નવઘણ રબારી સહિત ૪ શખ્સો સામે ગામની પરિણીતા પર દુષ્કર્મની ફરિયાદ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઇ છે. વિરમગામ તાલુકાના કરિયાલાની પરિણીતા ગામની સીમમાં બાવળના ઝાડ નીચે ભેંસો ચરાવવા ગઇ હતી. તે વખતે પોતે બાવળના ઝાડ નીચે બેસી હતી. તેવામાં ગામના યુવાનો પોતાના ઢોર ચરાવવા આવેલા જે અન્ય ૩ શખ્સો સામે ઊભા રહ્યા જે પૈકી નવઘણ સેંઘાભાઇ ઠાકોર (કરિયાલા ગામના મહિલા સરપંચ જતનબેન સેંઘાભાઇ રબારીનો પુત્ર) પરિણીતા પાસે આવીને કહેવા લાગ્યો કે, તું ક્યારની મારા ઘ્યાનમાં છે કહી તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે નવઘણ સેંઘાભાઇ રબારી, જલુભાઇ તળજાભાઇ રબારી, વિક્રમ ગાંડાભાઈ રબારી, રમેશ હરજીભાઇ રબારી તમામ રહે. કરિયાલા ગામ વિરમગામ તાલુકાઓ સામે પીડિતાએ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. પોલીસે સમગ્ર મામલે ઉપરોકત ૪ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી છે.