(સંવાદદાતા દ્વારા) વિરમગામ, તા.૭
ગાંધીધામથી ઉપડેલી ટ્રેનમાં મુંબઇ જઈ રહેલી યુવતીની છેડતી કરનાર રેલવે સફાઈ કર્મચારીની વિરમગામ રેલવે પોલીસ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીધામથી બાંદ્રા રેલવે જતી ટ્રેનમા સીટ કન્ફ્રર્મ ન થવાના કારણે જી-૧૦ ના દરવાજા પાસે યુવતી બેઠી હતી. ત્યારે રાત્રિના સમયે ઊંઘ આવી જતા તે દરમ્યાન રેલવે સફાઈ કામદાર આ તકનો લાભ ઉઠાવી યુવતીને શારીરિક આડપલા કરતા યુવતી જાગી ગઈ હતી અને બૂમાબૂમ કરતાં અન્ય પ્રવાસીઓ આવી ગયા હતા. જે દરમ્યાન આરપીએફ આવી જતાં રેલવે સફાઈ કામદાર ભાનુપ્રતાપ શ્રીસંતોષકુમાર શિંગ (રહે. રસ્વલરાવટ કાનપુર યુપી)ની અટકાયત કરેલ. જે કચ્છ એક્સપ્રેસમાં ૨૦૧૧થી કોન્ટ્રાક્ટ બેજ ઉપર ટ્રેનના કોચ સફાઈનું કામકાજ સંભાળતો હતો. જેની ધરપકડ કરી વિરમગામ રેલવે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે બાબતે મુંબઇની યુવતીની જણાવ્યાનુસાર તા.૧ નવેમ્બર અંગત કામ અર્થે ગાંધીધામ આવી હતી. જેઓનું કામકાજ ગઈકાલે પૂર્ણ થતાં પાછી ફરીને મુંબઇ જઈ રહી હતી. તે દરમ્યાન ટ્રેનમાં આવી ઘટનાનો ભોગ બનવું પડયું હતું. જેથી રેલવે પોલીસ ૦ નંબરથી બોરીવલી રેલવે પોલીસ આપતા ૈંઁજી કલમ ૩૫૪ મુજબ વિરમગામ રેલવે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી સાબરમતી જેલ હવાલે કરી દીધો છે. અને વિરમગામ રેલવે પોલીસ ઁજીૈં એસ.એલ.ચાવડા તેમજ હેડ કોન્સ્ટેબલ ગિરીભાઈ ચલાવી રહ્યા છે. ત્યારે રેલવેમા કર્મચારીઓ દ્વારા જ છેડતી કરવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેઓ સામે કડકમાં કડક સજા થાય એવું ઇચ્છી રહ્યા છે.