જિસ મૌત કા પોશિદા તકાઝા હૈ કયામત
ઉસ મૌત કે ફંદે મેં ગિરફ્તાર નહીં મેં
– અલ્લામા ઈકબાલ

બે તસવીરો અને બે શબ્દો ‘વિરામ સ્થળ’ તેમની વચ્ચે રહેલા તફાવતનું વર્ણન જાતે જ કરી જાય છે. માનવી હોય કે પશુપંખી દરેકને જીવનમાં દરેક તબક્કે વિસામાની કે ‘વિરામસ્થાન’ની જરૂર પડે છે. આવી જ તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે પરંતુ આ બે તસવીરો વચ્ચે રહેલા તફાવતનો હાર્દ સમજાય તો ઘણું !
આ તસવીર રાજસ્થાનની છે જ્યાં એક હરણ પક્ષીઓને પોતાની પીઠ અને પોતાના મોઢા ઉપર વિસામો આપીને જાણે કે ખુશ હોય તેવું લાગી રહ્યું છે. આ પક્ષીઓ પણ જાણે કે આ વિરામસ્થળનો આનંદ માણતાં હોય તેમ હરણના શરીર પર હારબંધ બેસી ગયા છે અને જીવજંતુઓનું ભક્ષણ કરી રહ્યા છે.
બીજી તસવીર ટેનેસીના મેસ્ફીસ ખાતે આવેલા અલ્મવુડ કબ્રસ્તાનની છે. જેમાં સિવિલ વોર સમયે સંઘીય રાજ્ય સેનામાં રહેલા યુએસના જવાન શહીદ થયા હતા. તે અજાણ્યા શહીદની કબર પર મૂકેલી તેમના સ્મરણ લેખની ખાંભી આ તસવીરમાં જોવા મળે છે.