(એજન્સી) હૈદરાબાદ,તા.૧૪
બીજા પ્રશાસનિક સુધાર આયોગના અધ્યક્ષ રહી ચૂકેલા સિનિયર કોંગ્રેસ નેતા એમ વિરપ્પા મોઇલી મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા સીધી ભરતી દ્વારા બ્યુરોક્રેટસ લાગું કરવાના પગલાંને સિવિલ સર્વિસનાં ભગવાકરણની યોજનાનો ભાગ ગણાવ્યો. પૂર્વ કાયદા મંત્રી એ સીધી ભરતી માટે ઘોષણાના સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જયારે લોકસભા ચૂંટણી માટે એક વર્ષ પણ નથી બચ્યો એવામાં આ મુજબ નો મોટો નિર્ણય કેવી રીતે લેવામાં આવી શકે છે. મોઇલીએ આરોપ લગાવ્યો કે, નોકરશાહીના ૨૫ ટકા જેટલાં ભાગનો પહેલાંથી જ ભગવાકરણ થઈ ચૂક્યું છે. તેમણે દાવો કર્યો કે, ભાજપ આઈએએસ બનવાની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીઓ માટે સંસ્થાન ચલાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, રાજગ સરકાર પુરી રીતે વૈચારિક પરિણામ ના આધાર પર નોકરશાહોને મહત્વ આપી રહી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ આજે પીટીઆઈને કહ્યું કે, સીધી ભરતી ની સાથે નોકરશાહીનો ૨૫ ટકા ભાગનું ભગવાકરણ થઈ જશે.આ સિવિલ સેવા ભગવાકરણની યોજના નો એક ભાગ છે.
મોઇલીએ કહ્યું કે, તેમની અધ્યક્ષતાવાળા આયોગે સીધી ભરતી પર નીતિ નિર્ધારિત કરી હતી અને સતર્ક રૂખ અપનવવાની ભલામણ કરી હતી. પણ રાજગ સરકાર વગર કોઈ નિયમ અને નીતિગત દસ્તાવેજ તૈયાર કર્યા વગર જાહેરાત કરી દીધી. મોઇલીએ આરોપ લગાવ્યો કે, સરકાર લોકસભા અને રાજ્યસભા સચિવાલયોને ભગવાકરણનો પ્રયાસ કર્યો હતો. આ જ વસ્તુ અહીંયા થશે.