હૈદરાબાદ, તા.૧૫
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે બેસ્ટમેનોના વખાણ કર્યા અને કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પણ બેસ્ટમેનો સારૂ પ્રદર્શન કરે તેવી આશા છે. કોહલીએ વેસ્ટઇન્ડિઝ સામે ૨-૦થી ટેસ્ટ મેચમાં સીરીઝ જીત્યા બાદ કહ્યું કે, ‘મને આ વાતની ખુશી છે કે, દરેક ખેલાડી ફિટ છે અને રનોના ભૂખ્યા છે. મને લાગે છે, કે આ મેચ બેસ્ટમેનો માટે મુશ્કેલ હતી. રાજકોટની તૂલનાએ અહિંની પ્રથમ ઇનિંગ જોરદાર પડકારરૂપ હતી.
ભારતે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમાં રવિવારે વેસ્ટઇન્ડિઝને ૧૦ વિકેટે હરાવી દેશમાં સતત ૧૦મી ટેસ્ટ સીરીઝ પણ જીતી લીધી હતી. કોહલીએ કહ્યું કે, વેસ્ટઇન્ડિઝને શ્રેણીમાં ૨-૦થી હાર આપ્યા બાદ બેસ્ટમેનોએ પણ બોલરોની જેમ સારૂ પ્રદર્શન કરતા રહેવું જોઇએ. કોહલીએ મેચ બાદ ઇનામ વિતરણ સમારોહમાં કહ્યું કે, ‘હું આ ખેલાડીઓમાં વધારે રન કરવાની ચાહતા અને તમને ફિટ જોઇને વધારે ખુશ છું. હવે વધારાનું કામ કરવું એ બેસ્ટમેનો પર નિર્ભર છે. આ મેચની પહેલી ઇનિંગ રાજકોટની પહેલી ઇનિંગ કરતા વધારે પડકારરૂપ હતી.’
કોહલીને ટીમના બોલરો પાસેથી કોઇ પણ પ્રકારની ફરિયાદ નથી, પરંતુ તે ઇચ્છે છે, કે આવતા મહિને જ્યારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રાવસ પર જાય ત્યારે બેસ્ટમેનોનું ઇન્ડિયા જેવું ફોર્મ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે. જ્યારે બોલરોએ ભારત અને વિદેશી મેદાનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, અને બેસ્ટમેનોએ વારંવાર ટીમને નિરાશ કરી છે.
તેણે વધુમાં કહ્યું કે‘આ ત્રણ ખેલાડીઓએ ઈંગ્લેન્ડમાં(હનુમા વિહારી, શો અને પંત) તેમને મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો હતો. અને મારૂ માનવું છ, કે આ તમામ ચીજો ભારત માટે સારી સાબિત થશે.