Sports

કોહલી કપ્તાન તરીકે સૌથી ઝડપી ૯૦૦૦ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી બન્યો

નાગપુર, તા.પ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી વિરાટ કોહલી કપ્તાન તરીકે સૌથી ઝડપી ૯૦૦૦ રન બનાવનાર કપ્તાન બની ગયો છે. આ મામલામાં કોહલીએ ધોનીને પણ પાછળ પાડી દીધો છે. વિરાટે આ સિદ્ધિ ૧પ૯મી ઈનિંગમાં મેળવી જ્યારે રિકી પોન્ટિંગે ર૦૦ ઈનિંગોમાં આ સિદ્ધિ મેળવી હતી. દ.આફ્રિકાના પૂર્વ કપ્તાન ગ્રીમ સ્મિથે રર૦ ઈનિંગોમાં જ્યારે ધોનીએ રપ૩, એલન બોર્ડરે રપ૭, સ્ટીફન ફલેમીંગે ર૭ર ઈનિંગોમાં કપ્તાન તરીકે ૯૦૦૦ રન પુરા કર્યા હતા. કોહલીએ વન-ડે ક્રિકેટમાં પ૯ની શાનદાર એવરેજથી ૧૦પ૭૦ રનના આંકડાને પાર કર્યો છે.