માન્ચેસ્ટર,તા.૪
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વિરાટ સેનાએ ત્રણ-૨૦ સીરીઝની પહેલી મેચમાં આઠ વિકેટથી જીત મેળવ્યા પછી પોતાના ખેલાડીઓ પાસે વધુ સારાં પ્રદર્શનની આશા રાખી છે. ભારતના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધા પછી લોકેશ રાહુલે સદી ફટકારી અને તેના પર મંગળવારે ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાયેલ પહેલાં ટી-૨૦ મેચમાં ઈંગ્લેન્ડને ૮ વિકેટે જીત મળી છે.કેપ્ટન કોહલીએ મેચ પછી કહ્યું કે, ટીમમાં તમામ ક્ષમતાઓ રહેલી છે. જે પ્રમાણે ટીમ જીતી રહી છે, તે જોતાં સારું લાગે છે. પરંતુ હજુ મારી ઇચ્છા કે તમામ ખેલાડીઓ નીડર થઈને રમે, જેવી રીતે રાહુલ અને કુલદીપ રમ્યા છે. કોહલીએ કહ્યું, આ હેઠળ જ રાહુલને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો અને ચોથા સ્થાન પર હું બેટિંગ કરવા માટે આવ્યો હતો.
વિરાટે સાથે જ કહ્યું કે, અમે નવા ખેલાડીઓને રમાવા માટે આગળ મોકલવા માંગીએ છે. જો કે ટીમના લાઈન-અપમાં ઘણો ફેરફાર કરવાની જરૂર રહી નથી. જેના કારણે મને મિડિલ ઓર્ડરમાં સારી રીતે રમવાની અને તેને સારી રીતે સંભાળવાની આઝાદી મળી હતી.
કેપ્ટન કોહલીએ સાથે જ બંને પરર્ફોમન્સ આપનાર ખેલાડીઓના વખાણ કર્યા છે અને કહ્યું કે આ ખેલાડીઓ પર મોટી આશા રાખવામાં આવી રહી છે. તેઓ સમય જતાં સારું પરર્ફોમન્સ આપશે અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડશે.