જમૈકા, તા.૨૮
આજના ટેસ્ટ મુકાબલામાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નિશાના પર ત્રણ મોટા રેકોર્ડ હશે, જેને તે તોડી વિશ્વ ક્રિકેટમાં પોતાનો ડંકો વગાડવાની ફરીથી કોશિશ કરશે. પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં કોહલીના બેટથી ૯ જ્યારે બીજી ઇનિંગમાં ૫૧ રન નિકળ્યા હતા. હવે બીજી ટેસ્ટમાં ફેંસ વિરાટથી લાંબી ઇનિંગની આશા સેવીને બેઠા છે.વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં ૨૭ મેચ જીતી ચૂક્યું છે. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા ૨૭-૨૭ ટેસ્ટ મેચ જીતી ચૂકી છે. જો ટીમ ઇન્ડિયા આગામી ટેસ્ટ મેચ પણ જીતી લે છે તો વિરાટ ટેસ્ટની કેપ્તાનીમાં ટીમની આ ૨૮મી જીત હશે, જેના કારણે મહેન્દ્ર સિંહ ધોનીનો આ રેકોર્ડ તોડી નાખશે અને ભારતીય ક્રિકેટ ટીમનો ઇતિહાસનો સફળ કેપ્ટન બની જશે.વિરાટ કોહલીના બેટથી છેલ્લી ટેસ્ટ સદી ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮એ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ફટકારી હતી. આગામી મેચમાં જો તે સદી ફટકારવામાં સફળ થઇ જાય છે તો તેની ટેસ્ટ સદી ૨૬ થઇ જશે. આ સાથે જ વિરાટ સદીના મામલામાં ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથથી આગળ નિકળી જશે. સ્મિથ હાલામાં ૨૫ સદી સાથે વિરાટ સાથે છે.ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે રિકી પોંટિંગ અને વિરાટ બંનેએ અત્યાર સુધીમાં ૧૯-૧૯ સદી ફટકારી છે. આગામી મેચમાં સદી ફટકારતા જ વિરાટ કોહલી પોંટિંગનાં આ રેકોર્ડને ધ્વસ્ત કરી ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની જશે.