ઇન્દોર, તા.૧૬
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્દોર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની સામે જીત હાંસલ કરીને એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે જીત અપાવનાર કેપ્ટનોની લિસ્ટમાં તે પાંચમા નંબરે આવી ગયો છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ દિગ્ગડ કેપ્ટન એલન બોર્ડરની બરાબરી કરી લીધી છે.
તો બીજી બાજુ ભારતીય ટીમે ૨૦૧૯માં ટેસ્ટ ક્રિકેટમાં ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટેસ્ટ જીત વર્ષની છઠ્ઠી જીત છે. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે કુલ સાત ટેસ્ટ મેચ રમી છે. જેમાં વર્ષની પહેલી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જે ડ્રો ગઈ હતી. બાકીની છ મેચોમાં ઈન્ડિયાએ જીત મેળવી હતી. આમ ૨૦૧૯માં સૌથી વધારે ટેસ્ટ જીતવાના મામલે ભારત પહેલા નંબરે છે.
પાંચમા સૌથી સફળ કેપ્ટનની વાત કરીએ તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ૫૨ ટેસ્ટ મેચોમાં ૩૨ જીત મેળવીને આ નંબર પ્રાપ્ત કર્યો છે. એલન બોર્ડરે પોતાની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાને ૯૩ ટેસ્ટ મેચોમાં ૩૨ જીત અપાવી હતી.
દુનિયાનાં સૌથી સફળ કેપ્ટન
૧. ગ્રીમ સ્મિથઃ કુલ ટેસ્ટ મેચ ૧૦૯, ટેસ્ટમાં જીત- ૫૩
૨. રિકી પોન્ટિંગઃ કુલ ટેસ્ટ મેચ ૭૭, ટેસ્ટમાં જીત- ૪૮
૩. સ્ટીવ વોઃ કુલ ટેસ્ટ મેચ ૫૭, ટેસ્ટમાં જીત- ૪૧
૪. ક્લાઈવ લોયડઃ કુલ ટેસ્ટ મેચ ૭૪, ટેસ્ટમાં જીત- ૩૬
૫. વિરાટ કોહલીઃ કુલ ટેસ્ટ મેચ ૫૨, ટેસ્ટમાં જીત- ૩૨
૬. એલન બોર્ડરઃ કુલ ટેસ્ટ મેચ ૯૩, ટેસ્ટમાં જીત- ૩૨