કોલકાત્તા,તા.૨૫
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ સોમવારે ખુલાસો કર્યો કે, દોડવાના મામલે રવિન્દ્ર જાડેજાને હરાવવો અશક્ય છે. તેણે પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર વાત લખી હતી. કોહલીએ ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે, જાડેજા અને પંત દોડી રહ્યા છે. ત્રણેયમાં જાડેજા સૌથી આગળ છે. વિરાટે કેપ્શનમાં લખ્યું કે, ગ્રુપમાં કંડિશનિંગ મને ગમે છે. જયારે તમારા ગ્રુપમાં જડ્ડુ (રવિન્દ્ર જાડેજા) છે તે તેને હરાવવો લગભગ અશક્ય છે.
આ પહેલા રવિવારે ભારતે બાંગ્લાદેશને પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૪૬ રને હરાવ્યું હતું. કોહલી સતત સાત ટેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય કપ્તાન બન્યો હતો. તેણે મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતે ૨૦૧૩માં ધોની હેઠળ સતત ૬ ટેસ્ટ જીતી હતી. તે ઉપરાંત પહેલી વખત કોઈ ટીમે એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર ટેસ્ટ જીતી છે.