તિરૂવંતપુરમ્‌, તા.૯
વેસ્ટઈંડિઝે ટી-૨૦ સીરીઝના બીજા મુકાબલામાં ટીમ ઈંડિયાને આઠ વિકેટથી હરાવી દીધી છે. તિરવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાયેલી મેટમાં પહેલા બેટિંગ કરીને ટીમ ઈંડિયાએ સાત વિકેટના નુકસાન પર ૧૭૦ રન બનાવ્યા હતા, સામે જવાબમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી દીધું હતું. હાર થઈ હોવા છતાં વિરાટ કોહલીએ માત્ર ૧૯ રનની પારી રમીને ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં રોહિત શર્માને પછાડીને સૌથી સફળ બેટ્‌સમેન બની ગયો હતો. ૧૭ બોલમાં બે ચોક્કાની મદદથી ૧૯ રનની પારી રમીને વિરાટ રોહિતથી આગળ નીકળી ગયો હતો.
જેણે ટી-૨૦માં ઈંટરનેશનલમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. આ મુકાબલામાં વિરાટ કોહલીએ રોહિત શર્માને લગભગ એક રનથી પાછળ છોડી દીધો હતો. વિરાટ કોહલીએ હજુ સુધી ટી-૨૦ ઈંટરનેશનલ ક્રિકેટમાં ૨૫૬૩ રન બનાવ્યા હતા, ત્યારે રોહિત શર્માએ આ મુકાબલે ૨૫૬૨ રન બનાવ્યા હતા. વિરાટ હવે ટી-૨૦ ઈંટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે. સીરીઝ પહેલા ટી-૨૦મુકાબલામાં વિરાટે ૯૪ રનની ઈનિંગ રમીને ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ ૨૩ વાર ૫૦ને પાર કરીને સ્કોર બનાવીને રોહિતથી આગળ નીકળી ગયો હતો. રોહિતે ૨૨ વાર આ કારનામો કર્યો છે. કોહલી વધારે ૬ રન બનાવી લેતો તો તે ભારતમાં એક હજાર ટી-૨૦ ઈંટરનેશનલ રન પૂરા કરનાર તે પહેલો બેટ્‌સમેન બની શકત.

ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી

-૨૫૬૩ રન વિરાટ કોહલી
-૨૫૬૨રન રોહિત શર્મા
-૨૪૩૬ રન માર્ટિન ગપ્ટિલ
-૨૨૬૩ રન શોએબ મલિક