નવી દિલ્હી, તા.૧૬
વેસ્ટઈન્ડિઝ એક એવી પિચ ઉપર મજબૂત લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું, જ્યાં સ્ટ્રોક રમવા આસાન ન હતું. જો કે, તેઓએ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધુ તેમને કયારેય પડકાર મળ્યો નહીં કારણ કે, તેમણે ર૮૮ રનનું લક્ષ્યાંક આસાનીથી પ્રાપ્ત કરી લીધુ. અહીંયા આ લેખમાં આપણે તે ત્રણ કારણો પર એક નજર કરીએ જેના કારણે ભારત આ મેચ હારી ગયું.
• ઉદાસિન શરૂઆત :- ટોસ હાર્યા બાદ ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, પ્રથમ બેટિંગ કરવા માંગતો હતો. કારણ કે, તેને આશા હતી કે, પિચ ધીમી થઈ જશે. જો કે, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી અને રોહિત શર્માના જલ્દી પેવેલિયન પરત ફર્યા બાદ તે શાનદાર શરૂઆત કરી શકયા નહીં. જો કે, પંત અને શ્રેયસ ઐયરે ૧૦૦ રનની ભાગીદારી કરી પણ પ્રથમ ૧૦ ઓવરમાં ધીમી શરૂઆતથી ભારતને નુકસાન થયું.
• વચ્ચેની ઓવરમાં લય પકડી શકયા નહીં :- ભારતે ચહલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા નહીં. જેના કારણે કોહલીને પાચમા બોલરના વિકલ્પના રૂપમાં શિવમ દૂબે અને કેદાર જાધવનો ઉપયોગ કરવો પડ્યો. તેઓ સેટ થયેલા હેટમાયર અને શાઈ હોપને પડકાર આપી શકયા નહીં. ભારતીય બોલરો તેમને ટક્કર પણ આપી શકયા નહોતા કે, ભાગીદારી પણ તોડી ના શક્યા. તેમની ભાગીદારી રન ચેઝ કરવામાં નિર્ણાયક સાબિત થઈ.
• અનુભવનો અભાવ :- પંત અને શ્રેયસ ઐયર બને અર્ધસદી ફટકારી ચૂકયા હતા. બંને સેટ થયેલા હતા પણ બંને ઊંચા ફટકા મારવાના પ્રયાસમાં આઉટ થઈ ગયા. જો કે, તેમની ઈચ્છા પર સવાલ નહીં ઊઠે. તેમની વિકેટ પડ્યા બાદ વેસ્ટઈન્ડિઝ અંતિમ ૧૦ ઓવરમાં સ્માર્ટ ક્રિકેટ રમવું તેમના બોલરોએ લાઈનલેન્થમાં બોલિંગ કરી તેમણે અંતિમ ૧૦ ઓવરમાં ફક્ત ૭૧ રન આપ્યા અને ભારતને ૩૦૦થી વધુ રન બનાવતા અટકાવ્યું.