નવી દિલ્હી,તા.૧૯
હાલ ક્રિકેટ જગતમાં ક્રિકેટર કામના ભારથી વ્યસ્ત છે. એટલું જ નહીં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ કાર્યભારને લઇને સ્પષ્ટતા કરી છે. કોહલી અને અન્ય ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન એવા કેપ્ટન છે. જે દરેક ફોર્મેટમાં ટીમની કમાન સંભાળી રહ્યા છે. જે કારણથી તેના પર વધારે દબાણ રહે છે. જ્યારે આઇપીએલના કારણથી તેણે આરામનો સમય પણ મુશ્કેલીથી મળી શકે છે. પોતાના કરિયરને લાંબો ચલાવવા માટે વર્કલોડને વ્યવસ્થિત કરવા માટે દુનિયામાં ક્રિકેટર્સ અલગ-અલગ પગલાં લે છે.
જેમ ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્‌સમેન ડેવિડ વોર્નર પહેલાં જ કહી ચૂકેલા છે કે તે ૨૦૨૧ ટી૨૦ વર્લ્ડ કપ બાદ કદાચ જ આ ફોર્મોટને અલવિદા કહી શકે છે. ભારતીય કેપ્ટન પર પણ વર્કલોડ વધી રહ્યો છે અને કોઇ એક ફોર્મેટને છોડવાને લઇને તેણે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.
કોહલીએ બુધવારે મહત્વનો સંકેત આપ્યો છે કે સીનિયર સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને યુવા ઓપનિંગ બેટ્‌સમેન પૃથ્વી શો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે. જો બુધવારે ભારતના નેટ સત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો, શુક્રવારથી વેલિંગ્ટનમાં શરૂ થનારી સિરીઝ માટે રિદ્ધિમાન સાહા બીજા વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંતથી આગળ ચાલી રહ્યો છે. ટેસ્ટ માટે નં-૬ બેટ્‌સમેન હનુમા વિહારીને પાંચમાં બોલર તરીકે અજમાવવામાં આવશે. જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા ત્રણ નિષ્ણાંત ફાસ્ટર તરીકે ઉતરશે. રવિચંદ્રન અશ્વિન નિષ્ણાંત સ્પિનર તરીકે એકમાત્ર વિકલ્પ હોઈ શકે છે. પરંતુ રવિન્દ્ર જાડેજાની ઓલરાઉન્ડર તાકાતને નજરઅંદાજ ન કરી શકાય.