મુંબઈ,તા.૨૧
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરવામા સફળ રહ્યો છે, કોહલીએ બીજી ઇનિંગમાં અડધી સદી બનાવીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલી ભારત તરફથી બંન્ને ઇનિંગમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર કેપ્ટન બની ગયો છે.ટ્રેંટ બ્રિઝમા અડધી સદી ફટકારતા જ વિરાટ કોહલી કેપ્ટન તરીકે પાંચ વખત બંન્ને ઇનિંગમાં અડદી સધી બનાવવામાં સફળ થયો છે. આ પહેલા ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચાર વખત આવુ કરી ચૂક્યો છે. ત્યાં જ મંસૂર અલી ખાન પટૌડી આવું ત્રણ વખત કરી ચૂક્યા છે. વિરાટ કોહલી આ મામલામાં ટૉપ પર પહોંચી ચૂક્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીમાં બેટિંગથી ખુબ જ સારા ફોર્મમાં છે. સોમવારે ટ્રૈંટ બ્રિઝ મેદાન પર તેણે પોતાના ટેસ્ટ કરિયરની ૨૩મી સદી ફટકારી. કેપ્ટન તરીકે આ કોહલીની ૩૮મી ટેસ્ટમાં ૧૬મી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારવાના મામલામાં કોહલી ત્રીજા ક્રમે આવી ગયો છે. સાઉથ આફ્રીકાનો ગ્રીમ સ્મિથ (૧૦૯ ટેસ્ટ, ૨૫ સદી) અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (૭૭ ટેસ્ટ, ૧૯ સદી) સાથે પાછળ છે.