લંડન,તા.૨૬
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મોટી સન્માન મળી રહ્યું છે. ઈંગ્લેન્ડના બાર્મી આર્મી તરફથી ૨૦૧૭ અને ૨૦૧૮ના ઈન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર તરીકે તેમની પસંદગી કરવામાં આવેલ છે. આ અંગેની માહિતી BCCI દ્વારા ટિ્‌વટ કરીને આપવામાં આવી છે. બાર્મી આર્મી ઈંગ્લેન્ડમાં ક્રિકેટરોની ફેન ક્લબ છે.
આ એવોર્ડથી સન્માનિત કર્યા પછી કેપ્ટન કોહલીએ બાર્મી આર્મી દ્વારા ૨૦૧૭માં ટિ્‌વટ કરીને એક વીડિયોમાં કહ્યું હતું કે, બાર્મી આર્મી હંમેશા પોતાની ટીમને સંપૂર્ણ રીતે જોશ સાથે સ્પોર્ટ કરે છે. આ સાથે જ તેને કહ્યું કે, આ ફેન ક્લબ તરફથી જે એવોર્ડ મળ્યો છે તેના માટે તેને ગર્વની વાત છે.કોહલીએ આ સાથે જ તમામ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું કે, ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેમની સાથે મુલાકાત કરવાની ઈચ્છા હતી. હાલમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે છે ત્યારે તેની મુલાકાત બાર્મી આર્મી સાથે થઈ છે. આગામી ૧ ઓગસ્ટથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૫ મેચોની સીરીઝ શરૂ થઈ રહી છે. વનડે સીરીઝ હાર્યા પછી ભારત માટે મોટી ચેલેન્જ છે.