Sports

કારકિર્દીના બેસ્ટ ૯૩૭ પોઇન્ટ્‌સ સાથે વિરાટ કોહલી ફરી નં-૧ ટેસ્ટ બેટ્‌સમેન બન્યો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
ઈંગ્લેન્ડમાં ત્રીજી ટેસ્ટમાં શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે વધુ એક ખુશીના સમાચાર છે. કેપ્ટન વિરાટ કોહલી વનડે બાદ હવે ટેસ્ટ રેન્કિંગમાં પણ દુનિયાનો પ્રથમ ક્રમાંકનો બેટ્‌સમેન બની ગયો છે. ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં ૯૭ અને ૧૦૩ રનોની ઇનિંગ્સ બાદ વિરાટ કોહલીના રેન્કિંગમાં સુધારો થયો છે. અત્યાર સુધીમાં ટેસ્ટ રેન્કિંગમાં કોહલી બીજા સ્થાન પર હતો. હવે નવા રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન સ્ટીવ સ્મિથને પાછળ રાખીને વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે પહોંચ્યો છે. કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં બેટ્‌સમેનની કેટેગરીમાં ૯૨૭ પોઈન્ટ્‌સ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત થયું છે. તેની સાથે જ પોઈન્ટ્‌સના મામલામાં કોહલીએ તેના જૂના રેકોર્ડને પાછળ રાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે. કોહલી રેટિંગ પોઈન્ટ્‌સના સર્વકાલિક ટોપ ટેન પોઝિશન્સથી માત્ર એક અંક જ દૂર છે.