નવી દિલ્હી,તા.૧૮
હૈદરાબાદમાં એક ક્રિકેટર સાથે એક અજીબ ઘટના બની છે. રવિવારે એક વન ડે લીગ મેચમાં ૪૧ વર્ષના બેટ્‌સમેન વીરેન્દ્ર નાઇકનું મોત થયું છે. વીરેન્દ્ર હૈદરાબાદમાં મારડપલ્લી સ્પોર્ટિંગ ક્લબનો ખેલાડી હતો અને તેને રવિવારે શાનદાર અડધી સદી(૬૬) પણ ફટકારી હતી. પરંતુ આઉટ થયા બાદ જ્યારે તેઓ પેવેયિલન જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેનું મોત નિપજ્યું હતું.
રિપોર્ટ પ્રમાણે વીરેન્દ્રની મોત હાર્ટ એટેકથી થયુ હતું. રવિવારે મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ જ્યારે વીરેન્દ્રને અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો હતો. ત્યારે પેવેલિયન જતા સમય તેનું માથું દીવાલ સાથે અથડાયું હતું અને તે નીચે પડ્યો હતો. ત્યારે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ડોક્ટર્સ તેને મૃત જાહેર કર્યો હતો. વીરેન્દ્રના ભાઈ અવિનાશે પોલીસને જણાવ્યું હતું કે તે છાતીના રોગની દવા લઈ રહ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ વીરેન્દ્રનો અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રના તેમના ગામ સાવંતવાડીમાં કરવામાં આવશે.