નવી દિલ્હી,તા.૧૩
ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે ટી-૨૦ સીરીઝની સાથે જ વેસ્ટઇન્ડિઝનો ભારત પ્રવાસ પૂર્ણ થયો છે. હવે આગામી ૨૧ નવેમ્બરથી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ શરૂ થવા જઇ રહી છે. આ પહેલા ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયા સાથે ૩ ટી-૨૦ મેચોની સીરીઝ રમશે અને ત્યાર બાદ ચાર ટેસ્ટ મેચની સીરીઝ રમશે જેમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીની સૌથી મોટી પરીક્ષા થશે. વિરેન્દ્ર સહેવાગે ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ માટે ઓપનિંગ કરવા માટે સલાહ આપી કે કોને ટીમ માટે ઓપનિંગ કરવી જોઇએ.
હવે ટીમ ઇન્ડિયામાં જે ખેલાડીઓની ટેસ્ટ સીરીઝમાં પસંદગી થઇ છે. તેમાં ઓપનિંગના દાવેદાર મુરલી વિજય, કેએલ રાહુલ, અને પૃથ્વી શો છે. જેમાં મુરલી વિજય અને કેએલ રાહુલ ટીમમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત રમતા નથી. વેસ્ટઇન્ડિઝની સામે બંન્ને ટેસ્ટ ટીમમાં ન હતા. જ્યારે પૃથ્વી શો તેના ટેસ્ટ કરિયરમાં શરૂઆત કરી રહ્યો છે. જ્યારે વિરેન્દ્ર સહેવાગે સલાહ આપી છે,કે આમાથી કઇ જોડી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયા માટે સારી સાબિત થશે.
સહેવાગનું માનવું છે, કે પૃથ્વી અને કેએલ રાહુલે ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ કરવી જોઇએ. કારણ કે તેનું માનવું છે, કે આ બંન્ને ખેલાડીઓ અત્યારે અક્રમાક રમત રમી રહ્યા છે.
જે ખેલાડી આક્રમક થઇને રમત રમે તેમને જ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ કરવી જોઇએઃ વીરૂ

Recent Comments