અમદાવાદ,તા.૧૯
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ર૪મીએ અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેને લઈ તંત્ર ઘણા દિવસથી ખડે પગે છે અને કરોડોના ખર્ચે ટ્રમ્પની આગતા આગતાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય વીરજી ઠુંમરે અનેક સવાલો ઉભા કરી વડાપ્રધાન મોદી અને સરકારની ઝાટકણી કાઢી છે. હાઉડી મોદીનો કાર્યક્રમ ભારત સરકારના ખર્ચે હતો તો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ આપણી કેડ ઉપર કેમ ? ધારાસભ્ય ઠુંમરે ઉદ્યોગપતિઓની સરકાર હવે વિદેશીઓની બનતી જાય છે. તેવા તીખા વ્યંગ કરી એક તરફ સરકારને આડે હાથ લીધી હતી તો બીજી તરફ ટ્રમ્પના કાર્યક્રમ સંદર્ભે હરખ પદુડા બનેલા લોકોને ભકત ગણાવી આડે હાથ લીધા હતા. તેમના માટે ગુજરાતનું કુલ દેવું ૩ર હજાર કરોડ હતું તે વડાપ્રધાન મોદીએ બે લાખ કરોડે પહોંચાડી દીધું આમાં વિકાસ માત્ર ભ્રષ્ટાચારીઓનો થયો અને ભકતો પર તેમણે વિવિધ પ્રહારો કર્યા હતા.