અમદાવાદ,તા.૧૮
ગાંધીનગર વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. જે દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવ બન્યા હતા. જેમાં ધારાસભ્ય વીરજી ઠુમ્મર અને મહિલા પીએસઆઈ વચ્ચે તો ઝપાઝપી અને ઉગ્રબોલાચાલી પણ થઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે બહારથી વિધાનસભાને ઘેરવાનો અને ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ ઘડી કાઢી હતી. તે પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યો વીરજી ઠુમ્મર, ગેનીબેન ઠાકોર સહિતના ધારાસભ્યો વિધાનસભાનો ઘેરાવ કરીને વિધાનસભામાં પ્રવેશ માટે પહોંચ્યા હતા. ત્યારે તેમને પોલીસે અટકાવ્યા હતા. પ્રવેશ માટે વિનંતી કરી હોવા છતાં પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમ્યાન વીરજી ઠુમ્મરને વિધાનસભાના પ્રવેશતા અટકાવવા જતા મહિલા પીએસઆઈ સાથે વીરજી ઠુમ્મરની ઝપાઝપી થઈ હતી. ઉપરાંત તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
Recent Comments