સુરત, તા.૧૨
ઈચ્છાનાથ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય નંબર – ૧માં શિક્ષકો દ્વારા પ્રતિકાત્મક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. શિક્ષકોએ પડતર ૧૮ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધરણા પ્રદર્શન કરતાં એમ એસ ચૌહાણે જણાવ્યું હતું કે, દેશભરમાં શિક્ષકો દ્વારા આ રીતે ગુરૂવારના દિવસે ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમ રખાયો છે. અમારી વિવિધ પડતર માંગણીઓને લઈને ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું છે. આ ધરણાં પ્રદર્શનમાં સ્કૂલના શિક્ષકોએ સંગઠિત થઈને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.