મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે બપોર પછી રાજકોટ આવી પહોંચ્યા છે. કેશુભાઇના ઘરે મુલાકાત બાદ સીએમ પોતાના ઘરે આવી પહોંચ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પોસ્ટર સાથે ગંદકી પ્રશ્ને તેમના ઘરની બહાર ઉમટી પડ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ગંદકી બાબતે મનપા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોએ પોતાના મોંઢા પર માસ્ક પહેરી અનોખો વિરોધ કરતાં પોલીસે તમામને નજરકેદ કર્યા હતા.