(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
‘ઈસ્લામિક આતંકવાદ’ નામના વિવાદાસ્પદ અભ્યાસક્રમ શરૂ કરવાના જવાહરલાલ નહેરૂ યુનિ. (જેએનયુ)ના નિર્ણયનો વિદ્યાર્થી સંઘ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદાસ્પદ અભ્યાસક્રમ શુક્રવારે એકેડેમિક કાઉન્સિલ (એસી) દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. યુનિ.માં નેશનલ સિકયોરિટીઝ સ્ટડીઝના નવા સેન્ટરની સ્થાપનાના ભાગરૂપ અત્યંત વાંધાજનક નામ સાથે વિવાદાસ્પદ અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેએનયુના વિદ્યાર્થી સંઘે શૈક્ષણિક અભ્યાસક્રમના નામે ભીષણ ઈસ્લામોફોબિક પ્રચારને વખોડી કાઢયું છે અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની ધાર્મિક લઘુમતીઓ વિરૂદ્ધ ધૃણાના પ્રચાર દ્વારા શિક્ષણનો નાશ કરવાના પ્રચારની નિંદા કરી છે. જેએનયુએસયુએ જણાવ્યું કે, જેએનયુના વાઈસ ચાન્સેલરે સૂચિત નેશનલ સિકયોરિટી સ્ટડીઝ સ્પેશ્યલ સેન્ટર હેઠળ ઈસ્લામિક આતંકવાદ પરના અભ્યાસક્રમના ટેબલિંગને મંજૂરી આપી દીધી એ એક ગંભીર સમસ્યારૂપ અને આઘાતજનક પગલું છે. શૈક્ષણિક અભ્યાસક્રમોના નામે ઈસ્લામફોબિયાનો આ વિચિત્ર પ્રચાર સમસ્યાજનક છે એવું લાગે છે કે, સામાન્ય રીતે આતંકવાદની પ્રકૃતિને અભ્યાસ કરતા આરએસએસ-ભાજપના ચૂંટણી પ્રચાર સામગ્રી આ અભ્યાસ ક્રમો દ્વારા તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, એમના આ એજન્ડાનો કોઈપણ કિંમતે ભગવાકરણ છે અને ખાનગીકરણ સાંખી લઈશું નહીં. જેએનયુએસયુના ઉપપ્રમુખ જોયાખાને જણાવ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં આવા ઈસ્લામોફોબિયાનો અપપ્રચારને જવાહરલાલ યુનિ.ના વિદ્યાર્થી સંગઠન વખોડી કાઢે છે અને આવા કોઈપણ પ્રકારના અભ્યાસક્રમોને શરૂ કરવા દેવાનો વિરોધ કરવામાં આવશે
‘ઈસ્લામિક આતંકવાદ’ નામનો વિવાદિત અભ્યાસક્રમ શરૂ કરવાના જેએનયુના નિર્ણય સામે વિદ્યાર્થી સંઘનો વિરોધ

Recent Comments