(એજન્સી) તા.૯
તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ ગુરૂવારે કહ્યું હતું કે તે ૧૩ જાન્યુઆરીએ કોંગ્રેસ દ્વારા સીએએ વિરોધ અંગે બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠકનો બહિષ્કાર કરશે. બેનરજીએ કહ્યું હતું કે તે આ બેઠકમાં હાજરી નહીં આપે કારણ કે બુધવારે ૧૦ વ્યાપાર સંઘો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાન દરમ્યાન બંગાળમાં હિંસા થઈ હતી. તેમણે કહ્યું હતું કે મેં ૧૩ જાન્યુઆરીએ સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે હું બુધવારે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ અને કોંગ્રેસે આચરેલી હિંસાનું સમર્થન કરતી નથી. બેનરજીએ રાજય વિધાનસભામાં જણાવ્યું હતું કે ડાબેરી મોરચો અને કોંગ્રેસના બેવડા ધોરણોને ચલાવી લેવામાં નહીં તેઓ ગંદુ રાજકારણ રમી રહ્યા છે. આવે ઉલ્લેખનીય છે કે સીએએ સામેના વિરોધ પ્રદર્શનો દરમ્યાન ભારતભરમાં થયેલી હિંસાની ઘટનાઓ અને તાજેતરમાં શૈક્ષણિક સંસ્થાઓ પર થયેલા હુમલાઓ અંગે ચર્ચા કરવા કોંગ્રેસે ૧૩ જાન્યુઆરીએ વિપક્ષી પાટીઓની બેઠક બોલાવી હતી.
કોંગ્રેસ, ડાબેરીઓ “ગંદુ રાજકારણ” રમી રહ્યા છે : મમતા બેનરજી વિપક્ષની CAA વિરોધી બેઠકનો બહિષ્કાર કરશે

Recent Comments