વીરપુર,તા.ર૦
મહીસાગર જિલ્લાના વીરપુરમાં મધ્યરાત્રિએ ત્રણ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદમાં તસ્કરો ત્રાટકતા ૬ દુકાનના સટર અને ૪ મકાનના તાળા તોડતા વીરપુર નગરમાં હાહાકાર મચી ગયો હતો.
તાલુકામાં મથક વીરપુરના શંકરનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પટેલ પોતાના વતન રાજપુર ગયા હતા તે દરમ્યાન રાત્રીના સમયે તસ્કરો ત્રાટકતા હસમુખભાઇના મકાનનું તાળું તોડી ઘરમાં ઘુસી ૧,૧પ,૦૦૦/-ની ચોરી કરી ગયા હતા. જ્યારે બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ શિરીષ પટેલની નિમિષા કટલરી એન્ડ બ્યુટી પાર્લરની દુકાનનું તાળું તોડી ગલ્લામાંથી રૂા.૧૫ હાજરની ચોરી થયેલ તેમજ ગનીભાઇ શેખ (ઉંદરાવાળા)ની કરિયાણાની દુકાનનું સટર કોઈ સાધન વડે અધ્ધર કરી પ્રવેશ કરેલ પરંતુ દુકાનમાંથી કોઈ પણ ચીજવસ્તુની ચોરી નહીં થયાનું જાણવા મળેલ તેમજ પરેશભાઈ પટેલના મેડિકલ સ્ટોરમાં સટર ઉંચુ કરેલ પણ ત્યાં પણ કોઈ ચોરી નહિ થયાનું જાણવા મળેલ. તે ઉપરાંત અંબિકા સોસાયટીમાં રહેતા મનીષકુમાર જૈનના બંધ મકાનમાં તાળું તોડી તિજોરીમાંથી ૬૪,૦૦૦/-ની ચોરી ગયા હતા. તેમજ અંબિકા સોસાયટીમાં રહેતા વિનોદકુમાર કાળીદાસ પટેલના બંધ મકાનમાં તિજોરીમાંથી કુલ ૪૮,૦૦૦/-ની ચોરી કરી ગયા હતા. તેમજ મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુમનબેન ડાહ્યાભાઈ પટેલના મકાનના પ્રથમ દરવાજાને મારેલ તાળું તોડતા ઘરના માણસો જાગી જતા ચોર ઈસમો નાસી ગયેલાનું જાણવા મળેલ જેમ મળી અજાણ્યા ચોરોએ રાત્રીના સમયે ૬ દુકાનો અને ૪ મકાનો મડી કુલ રૂપિયા ૨ લાખ ૪૨ હજારની ચોરી કરી ફરાર થયાની ફરિયાદ વીરપુર પોલીસે નોંધી તપાસ હાથ ધરી હતી.