(સંવાદદાતા દ્વારા) વીરપુર, તા.૨૮
મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામે સોટસર્કિટ થવાથી રહેણાંક મકાનમાં લાગવાથી આખું મકાન બળીને ખાખ થઇ ગયું હતું. ભરોડી ગામના ખાખરાવાળા વિસ્તારમાં રહેતા ખાંટ અર્જુનભાઈ નાથાભાઈ જેઓ ખેતી તથા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે તેઓ મંગળવારના રોજ અચાનક તેમના મકાનમાંથી ધુમાડો નીકળતો હોવાથી ગ્રામજનો તથા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું જ્યારે આજુબાજુમાંથી દોડી આવેલ ગ્રામજઓએ આગ હોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લેતા જોતજોતામાં મકાન બાળીને ખાખ થઇ ગયું હતું. જયારે ઘરમાં રહેલ ગેસની બોટલ ફાટતા ધડાકા ભેર આગ વિકરાળ સ્વરૂપ લેતા ગ્રામજનોમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જયારે રૂ.૧,૫૫,૨૫૦નું અનાજ સહિત ઘર વપરાશની ચીજ-વસ્તુઓ બળીને ખાખ થઇ જતા અર્જુનભાઈ તથા તેમના પરિવારમાં શોખનો માહોલ છવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વીરપુર તાલુકામાં અવારને અવાર આગ લાગવાના બનાવો બને છે થોડા વર્ષો પહેલાં ખેરોલી ગામમાં આગ લાગવાથી ત્રણ મકાન બાળીને ખાખ થઇ ગયા હતા જયારે ગત વર્ષે હોળીના દિવસે ચીખલી જોજાના જંગલમાં પણ આગ લાગી હતી જ્યારે વીરપુર તાલુકો બને ૧૭ વર્ષ થયા હોવા છતાં ફાયર બ્રિગેડની સુવિધાથી વંચિત રહેતા તાલુકાની પ્રજામ ભારે રોષ જોવા માંડ્યો હતો.